ઈન્જેક્શનની આડઅસરના લીધે ગેંગ્રીન થયું હોવાની આશંકા
પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલ્યો
(જી.એન.એસ),તા.૨૫
સુરત
સુરતમાં ગોડાદરા વિસ્તારની 8 મહિનાની બાળકીનું રહસ્યમય મોત થયું છે. બાળકીને 5 દિવસ પહેલા તાવ આવ્યો હતો. પરિવાર ઘર નજીકમાં આસલ એક દવાખાનામાં લઈ ગયા હતા. જ્યાં બિમાર બાળકીને ઈન્જેક્શન મુકવામાં આવ્યું હતું. બાળકીના થાપાનો ભાગ કાળો પડી ગયો હોય ઈન્જેક્શનની આડઅસરના લીધે ગેંગ્રીન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરના ગોડાદરાના શ્રીજી નગરમાં પત્ની અને બે માસુમ દીકરીઓ સાથે રહે છે. લુમ્સમાં કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 6 દિવસ પહેલા નાની 8 માસની દીકરીને અચાનક તાવ આવી જતા ઘર નજીકના તબીબ પાસે લઈ ગયા હતા. જ્યાં દવા આપી તબીબે ઘરે મોકલી આપ્યા હતા. બે દિવસ દવા લીધા બાદ માસુમ વેદાંસી સાજી થઈ ગઈ હતી.
જોકે ત્યારબાદ ફરી બીમારીએ ઉથલો મારતા તેઓ એકતા નગરમાં ઘરમાં જ ક્લિનિક ચલાવતા તબીબ પાસે લઈ ગયા હતા. બે દિવસ પહેલા તબીબે ઇન્જેક્શન આપી ઘરે મોકલી આપ્યા હતા. વેદાંસીને ધીરે ધીરે થાપા પર કાળા ચાંઠા પડી ગયા હતા. તબીબ પાસે લઈ ગયા તો સારું થઈ જશે એમ કહી રવાના કરી દીધા હતા. આજે અચાનક માસુમ વેદાંસીની તબિયત બગડતા તબીબે મોટી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. પરિવારના લોકો બાળકીને સિવિલ લઈ આવતા માસુમ ફરજ પરના તબીબએ બાળકીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને લઈ આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃત બાળકીના પરિવારે જણાવ્યું હતું કે 8 મહિનાની દીકરી વેદાંસીને 6 દિવસથી તાવ આવતો હતો. ઘર નજીકના ડોક્ટરોએ દવા આપતા સાજી થઈ ગઈ હતી.
જોકે ફરી તબિયત બગડતા ડોક્ટર પાસે લઈ ગયા હતા. જ્યાં તબીબે ઇન્જેક્શન આપ્યું હતું. ત્યારબાદ વેદાંસીના થાપા પર કાળા ચાંઠા પડી ગયા હતા. તેથી તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાંના તબીબોએ દીકરીને મૃત જાહેર કરી છે. માસુમ દીકરીના મોતના સમાચાર સાંભળી પરિવાર આઘાતમાં સરી પડ્યું છે. પરિવારે જણાવ્યું હતું કે તેઓ તેલંગણાના રહેવાસી છે. મહત્વની વાત એ છે શહેરના ડીંડોલી, લીંબાયત, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં ડીગ્રી વગરના બોગસ તબીબો ગેરકાયદેર કિલનીક ચલાવતા હોવાના કિસ્સાઓ સતત સામે આવતા હોય છે. ત્યારે પર્વત પાટિયા પાસે ઘરમાં જ કિલનીક ચલાવતા તબીબએ બાળકીને ઈન્જેકશન આપ્યા બાદ મોત પરિવારે તબીબ ડીગ્રી વગરનો હોવાનો આરોપ મૂક્યો છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈ લીંબાયત પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.