(જી.એન.એસ),તા.૨૪
ઇટાલીએ તાજેતરમાં પ્રયોગશાળાઓમાં ઉગાડવામાં આવતા માંસ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુરોપમાં આવું પહેલીવાર બન્યું છે. આ પહેલા યુરોપના કોઈપણ દેશે કૃત્રિમ માંસ પર પ્રતિબંધ લગાવ્યો ન હતો. નિર્ણયના અમલ પછી, જો કોઈ તેની અવગણના કરે છે અથવા તેનું પાલન ન કરે તો તેના પર 60 હજાર યુરો એટલે કે અંદાજે 55 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. સંસદમાં જ્યારે તેના પર પ્રતિબંધ મૂકવા પર મતદાન થયું ત્યારે 159 સાંસદો તેના સમર્થનમાં હતા જ્યારે 53 તેની વિરુદ્ધ હતા. જો કે, તેની અસર ઇટાલી અને યુરોપમાં એટલી નહીં થાય, કારણ કે હાલમાં વિશ્વના માત્ર બે જ દેશ અમેરિકા અને સિંગાપોર માનવોને લેબમાં ઉગાડવામાં આવેલું માંસ ખાવાની મંજૂરી આપે છે..
માસ પર રાખેલો પ્રતિબંધ પાછળ ઇટાલીનો મુખ્ય તર્ક.. જે વિષે જણાવીએ, આ નિર્ણય પાછળનું કારણ એવું કહેવાય છે કે કૃત્રિમ માંસ ઇટાલીની ખાદ્ય સંસ્કૃતિને ખતરો હતો. આવી સ્થિતિમાં એ વારસાને બચાવવા આ પગલું ભરવું જરૂરી હતું. ઇટાલીમાં ખેડૂતોની લોબી પણ ઘણી મજબૂત છે, તે લાંબા સમયથી આની માંગ કરી રહી હતી. નિર્ણય બાદ મોટી સંખ્યામાં ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. આ રીતે ઇટાલી પરંપરાગત ખેતી અને ખેડૂતોને બચાવવા માંગે છે..
કેટલીક સંસ્થાઓ માટે આઘાત રૂપ છે અ નિર્ણય!.. જે વિષે જણાવીએ, જો કે આ નિર્ણય કેટલીક સંસ્થાઓ માટે આંચકો પણ સમાન છે. ખાસ કરીને જેઓ પ્રાણી કલ્યાણની વાત કરે છે અને તે દિશામાં કામ પણ કરે છે. તેઓ દલીલ કરે છે કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલું માંસ પર્યાવરણ માટે પણ વધુ સારું છે કારણ કે તે કાર્બન ઉત્સર્જનને ઘણી હદ સુધી ઘટાડવામાં પણ મદદ કરે છે. જો આપણે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો, કૃત્રિમ માંસને પ્રોત્સાહન આપીને ખાદ્ય ક્ષેત્રથી થતા કાર્બન ઉત્સર્જનમાં લગભગ 92 ટકા ઘટાડો કરી શકાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.