અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા વિસ્ફોટ કરવાની ISISની યોજના હતી
આતંકી શાહનવાઝની પત્ની હિંદુ હતી જેને તેણે ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ કબૂલ કરાવ્યો
(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૪
ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પરથી લેવામાં આવેલી તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવી હતી. આ મામલામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક શંકાસ્પદ વિદ્યાર્થીઓની ભૂમિકા એજન્સીઓના રડારમાં આવી હતી. ત્યારે ફરી એકવાર ISIS ની મોટી આતંકી યોજનાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી મુજબ દેશના બે મોટા શહેરોમાં અત્યાર સુધીના સૌથી મોટા આતંકી વિસ્ફોટને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું.
ધરપકડ કરાયેલ ISIS આતંકવાદીની કબૂલાતથી આ ખુલાસો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા વિસ્ફોટ કરવાની ISISની યોજના હતી. ISIS મુંબઈમાં નરીમન હાઉસ અને ગેટવે ઓફ ઈન્ડિયા પર મોટા આતંકવાદી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યું હતું. આ ઉપરાંત ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા. ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પરથી લેવામાં આવેલી તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવી હતી.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેટલાક શંકાસ્પદ વિદ્યાર્થીઓની ભૂમિકા એજન્સીઓના રડારમાં આવી હતી. આતંકવાદી હુમલાની યોજના માટે ISISએ પૂણેને ટેરર પોઈન્ટ બનાવ્યું હતું. આ વાતનો ખુલાસો કરનાર ISIS ઓપરેટિવની ઉંમર 31 વર્ષ છે અને તેનું નામ શાહનવાઝ છે. તેની કબૂલાત પ્રમાણે, તેની પત્ની હિંદુ હતી જેને તેણે ધર્મપરિવર્તન કરીને ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો, બંનેની મુલાકાત AMUમાં થઈ હતી અને તેની પત્ની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગઈ હતી.
શાહનવાઝે જણાવ્યું કે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેણે હજારીબાગમાં લગભગ 7 થી 8 ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો અને તે પછી તે જેહાદ માટે તૈયાર થવા લાગ્યો. અલકાયદાનો ટોચનો આતંકવાદી જે અમેરિકી સેનાના હુમલામાં માર્યો ગયો. શાહનવાઝનો ગુરુ આ અનબર અવલાકી હતો, જેના પ્રભાવ હેઠળ તેને આતંકવાદી બનવાનું ઝનૂન લાગ્યું અને પછી તે ઓનલાઈન સાઇટ્સ પર કટ્ટરપંથી મુસ્લિમોના ગ્રુપ અને ISISના હેન્ડલર્સમાં જોડાયો.
2016 થી જામિયામાં રહેતો શાહનવાઝ તેની કબૂલાતમાં કહે છે કે તે HIZB UT તાહિર સાથે જોડાયો હતો અને અહીં તે જેહાદી વિચાર ધરાવતા ઘણા યુવાનોને મળ્યો હતો. વિશ્વના ઘણા દેશોમાં તે પ્રતિબંધિત સંગઠનની શ્રેણીમાં આવે છે અને તાજેતરમાં NIA એ દેશમાં તેના સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા. શાહનવાઝના જણાવ્યા મુજબ, ફરાર ISIS આતંકવાદી રિઝવાન અલી દરિયાગંજમાં રહેતો હતો અને શાહનવાઝ HUT મીટિંગ દરમિયાન તેને મળ્યો હતો.
એટલું જ નહીં, AMUના ઘણા વિદ્યાર્થીઓએ HUTની મીટિંગમાં પણ ઘણી વખત ભાગ લીધો હતો. શાહનવાઝ તેના અન્ય સાથીઓ સાથે સીરિયા જવા માંગતો હતો, જ્યાં તે ISISના ટોચના નેતા પાસેથી તાલીમ લેવા માંગતો હતો. હવાલા દ્વારા પુણેના તમામ આતંકવાદીઓને સમયાંતરે પૈસા પહોંચાડવામાં આવતા હતા, જેનો ઉપયોગ તેઓ બોમ્બ બનાવવા અને તાલીમ શિબિરો કરવા માટે કરતા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.