Home ગુજરાત નાગરિકોના પ્રશ્નોના સરળતાથી અને ઝડપી ઉકેલ માટે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયાના...

નાગરિકોના પ્રશ્નોના સરળતાથી અને ઝડપી ઉકેલ માટે ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયાના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

19
0

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા જમીન ફાળવણી, દબાણ, જમીન માપણી, સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થાપન સંલગ્ન ૨૦ માંથી ૧૮ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ

(જી.એન.એસ),તા.૨૩

ગાંધીનગર, ગુરુવાર

ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ  ૨૩-નવેમ્બરે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી ૨૦ પ્રશ્નોની રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી ૧૮ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો. જ્યારે બે  પ્રશ્ન પેન્ડિગ રહ્યા હતા.

નાગરિકોના પ્રશ્નોના સરળતાથી અને ઝડપી ઉકેલ માટે  ત્રિસ્તરીય સ્વાગત કાર્યક્રમ તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ યોજાય છે જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અઘ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે નવેમ્બર મહિનાના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં લોક સમસ્યાને વાચા આપતાં વિવિઘ ૨૦ પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં જમીન ફાળવણી, દબાણ, જમીન માપણી, સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થાપન સંલગ્નનાં પ્રશ્નોની રજૂઆત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ થકી જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ સર્વે અરજદારોની વાત સાંભળી હતી. જે પ્રશ્નની રજૂઆત થાય તે અંગે સંબંઘિત અધિકારીશ્રીઓ પાસે તેનો પ્રત્યુત્તર સાંભળ્યો હતો. તેમજ અરજદારોના પ્રશ્નનો ઉકેલ શકય હોય તેટલો ઝડપી થાય તે માટે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌતમ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવા રવાના થશે
Next articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિસનગર ખાતે રૂ. ૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું