• નવા પ્લાન્ટ સાથે વૈશ્વિક ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કર્યો
• વિશ્વ માટે ઉત્પાદન કરવાની ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો લાભ લીધો
(GNS),23
શ્રી સિટી, 23 નવેમ્બર, 2023: જાપાનની ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડાઈકિન એર કંડિશનિંગ પ્રાઈવેટ લિ.એ તેની ગ્રોથની જર્નિને મજબૂત બનાવતા આજે આંધ્ર પ્રદેશના શ્રી સિટી ખાતે તેની સંકલિત એર કંડિશનિંગ અને કોમ્પ્રેસર ઉત્પાદન સુવિધાના કોમર્શિયલાઈઝેશનની જાહેરાત કરી છે.
ડાઈકિન ઈન્ડસ્ટ્રીઝ લિ. જાપાનના પ્રેસિડન્ટ અને સીઈઓ શ્રી મસાનોરી તોગાવા, ડીઆઈએલ-જાપાનના સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી યાસુશી યામાદા, ઈન્વેસ્ટ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રીમતી નિવૃતિ રાય અને IDSAના એમપી-ડિરેક્ટર જનરલ શ્રી સુજન ચિનોય અને જાપાનમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂતે ડાઇકિન ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કંવલજીત જાવાની હાજરીમાં આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ વ્યૂહાત્મક પગલું અગ્રેસર ટેક્નોલોજી, ટકાઉ પ્રથાઓ અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપવાની ડાઇકિનની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
75.5 એકરમાં ફેલાયેલો નવો પ્લાન્ટ ઈનોવેશન અને કુશળતા પ્રત્યે ડાઇકિનની પ્રતિબદ્ધતાને પુનઃવ્યાખ્યાયિત કરે છે. ભારતમાં ઉત્પાદિત અત્યાધુનિક એર કન્ડીશનીંગ ઉત્પાદનોની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી માંગને પહોંચી વળવા વ્યૂહાત્મક રીતે સ્થાપિત કરવામાં આવ્યો છે.
ડાઇકિન એ એર-કંડિશનિંગ કેટેગરીમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) પ્રોગ્રામમાં મુખ્ય રોકાણકાર છે, જે સરકાર દ્વારા એર કંડિશનરના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે અમલમાં મૂકવામાં આવ્યું છે.
ડાઈકિન ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે જે જાવાએ જણાવ્યુ હતું કે, “શ્રી સિટીમાં અમારા નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કોમર્શિયલાઈઝેશન એ ડાઈકિન માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ સુવિધા માત્ર અમારી ઉત્પાદન ક્ષમતામાં વધારો જ નહિં પરંતુ આ પ્રદેશમાં ઉર્જા-કાર્યક્ષમ અને ટકાઉ HVAC સોલ્યુશન્સના અગ્રણી પ્રદાતા તરીકેની અમારી સ્થિતિને પણ વધુ મજબૂત બનાવશે. આ ફેક્ટરી સાથે, ડાઈકિનની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે, જે ભારતમાં ગ્રોથ માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ વિસ્તરણ અમારી યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે ડાઈકિનની સફળતામાં નોંધપાત્ર વધારો અને લોંગ ટર્મ પાર્ટનરશિપને વેગ આપે છે. વધુમાં, ડાઈકિન સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનામાં પ્રાથમિક રોકાણકાર તરીકેનું ગૌરવ ધરાવે છે, જે એર કંડિશનરના સ્થાનિક ઉત્પાદન માટે તેને સક્રિયપણે ચેમ્પિયન બને છે.”
આ પ્રસંગે ટિપ્પણી કરતા, ડાઈકિન ઈન્ડસ્ટ્રીના પ્રેસિડન્ટ અને સીઈ શ્રી મસાનોરી તોગાવાએ જણાવ્યું હતું કે “અમારી પાસે વૈશ્વિક સ્તરે લગભગ 100 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે અને 170થી વધુ દેશોમાં ગ્રાહક આધાર છે પરંતુ તેમાં ભારતનું સ્થાન વિશેષ મહત્વ છે. જેમ જેમ અમે ભારતમાં અમારા મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટ વિસ્તારીએ છીએ, તેમ ડાઇકિનના ગ્લોબલ વિઝનમાં ભારતના મહત્વ પર ફરીથી ભાર મૂકીએ છીએ. દેશનું ગતિશીલ બજાર અને કુશળ કાર્યબળ અમારા મિશન સાથે સંપૂર્ણ રીતે એકરૂપ છે અને અમને વિશ્વાસ છે કે નવી સુવિધા માત્ર HVAC સોલ્યુશન્સનાં ધોરણને જ નહીં પરંતુ ભારત અને આસપાસના પ્રદેશોમાં ઉદ્યોગના વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.”
નવો પ્લાન્ટ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે. ગુણવત્તા અને ટકાઉપણા માટે ડાઇકિનના ઉચ્ચ ધોરણોનું પાલન કરે છે. આ સુવિધા ઉત્પાદન પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે સમગ્ર ભારતમાં અને તેની બહારના ગ્રાહકોને ડાઇકિનના પ્રખ્યાત પ્રોડક્ટ્સની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે.
કંપનીએ એપ્રિલ 2022માં સાઇટ પર શિલાન્યાસ કર્યો હતો અને બાંધકામ અને મશીનો ઝડપી ગતિએ સ્થાપિત કરી સમય પહેલાં કામગીરી પૂર્ણ કરી છે. ટકાઉપણા અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, આ અત્યાધુનિક ફેક્ટરી 2050 સુધીમાં નેટ ઝીરો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન હાંસલ કરવાની ડાઇકિનના લક્ષ્યાંકને પૂર્ણ કરશે. પ્લાન્ટ આફ્રિકા, શ્રીલંકા, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ, મધ્ય પૂર્વ, દક્ષિણ અમેરિકા અને પૂર્વ આફ્રિકાના બજારોમાં ક્લાયમેન્ટ-ફ્રેન્ડલી એર કંડિશનિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.