Home દુનિયા - WORLD પાકિસ્તાન સરકારે ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને દેશ છોડવા પર...

પાકિસ્તાન સરકારે ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવ્યો

30
0

(GNS),23

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાની સંઘીય કેબિનેટની એક ઉપસમિતિએ બુધવારે ઈમરાન ખાન અને અન્ય 28 લોકોના નામ અલ કાદિર ટ્રસ્ટ કેસમાં એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં મૂકવાની ભલામણ કરી હતી. આ કેસમાં આરોપ છે કે ઈમરાન અને તેની પત્ની બુશરા બીબીએ 50 અબજ રૂપિયાને વ્હાઈટ કરવા માટે બહેરિયા ટાઉન લિમિટેડ પાસેથી અબજો રૂપિયા અને ઘણી જમીન મેળવી હતી. ઈમરાન ખાનની આ વર્ષની શરૂઆતમાં અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઈમરાનની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી. જેના કારણે ઈમરાન ખાનને મજબૂરીમાં છોડવો પડ્યો હતો. ત્યારબાદ ચૂંટણી ડોનેશન આપવા અને ગુપ્ત રાજદ્વારી ડોક્યુમેન્ટસ જાહેર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન હાલ આદિયાલા જેલમાં બંધ છે. અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા 14 નવેમ્બરના રોજ તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને રિમાન્ડ પર NABને સોંપ્યો હતો..

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, સંઘીય કેબિનેટની ઉપસમિતિની બેઠક યોજાઈ હતી. વચગાળાના આંતરિક મંત્રી સરફરાઝ બુગતી અને અન્ય વિભાગોના અધિકારીઓએ તેમાં ભાગ લીધો હતો. સમિતિએ વિવિધ વિભાગો અને સંસ્થાઓ તરફથી મોકલવામાં આવેલા 41 લોકોના નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં મૂકવાની ભલામણ કરી હતી. NABની ભલામણ પર, 190 મિલિયન પાઉન્ડના કૌભાંડમાં ઈમરાન ખાન સહિત 29 લોકોના નામ ECLમાં મૂકવાની ભલામણ કરવામાં આવી છે. વર્ષની શરૂઆતમાં શેહબાઝ શરીફની તત્કાલિન પીડીએમ સરકારે ઈમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી અને તેમની પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોને પ્રોવિઝનલ નેશનલ આઈડેન્ટિટી લિસ્ટમાં (PNIL) મુક્યા હતા જે ECL નો વિવાદાસ્પદ વિકલ્પ છે. સત્તાવાર સૂત્રોએ ડોનને જણાવ્યું હતું કે, અલ-કાદિર ટ્રસ્ટ કેસ અને ભ્રષ્ટાચારના વિવિધ કેસમાં ઈમરાનની ધરપકડ બાદ 9 મેના રોજ દેશભરમાં ફાટી નીકળેલા રમખાણોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field