Home ગુજરાત સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ- 1 જાન્યુઆરી 2006થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં નિવૃત...

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ- 1 જાન્યુઆરી 2006થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં નિવૃત થયેલા કર્મચારીઓને 30 જુનનો ઇજાફો ગણી પેન્શન અપાશે

26
0

રાજય સરકારનો નિર્ણય: પંચાયત, અનુદાનિત સંસ્થાના કર્મીઓ તથા છઠ્ઠા પગારપંચના લાભાર્થીઓેને મળશે લાભ

(જી.એન.એસ),તા.૧૮
નવી દિલ્હી/ગાંધીનગર,
ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા એક ખુબજ મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિષય એમ છે કે, 30 જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં ઈજાફો આપવામાં આવશે.
મહત્વનું છે કે, સુપ્રીમકોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, 1 જાન્યુ. 2006થી 31 ડિસેમ્બર 2022 સુધી નિવૃત્ત થયેલાને આ લાભ મળશે. અલબત, આ માટે વયનિવૃત કર્મચારીએ એક વર્ષની નોકરી પુરી કરી હોવી જરૂરી છે.
ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 30 જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં ઈજાફો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વયમર્યાદા નિવૃત્તિના કિસ્સામાં ઈજાફો આકારી પેન્શન સુધારા કરવાનો રહેશે.
આ સાથે કર્મચારીઓને 30 જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર રહેશે. મહત્વનું છે કે, આનો લાભ પંચાયત સેવાના કર્મીઓ, અનુદાનિત સંસ્થાના કર્મીઓને મળશે. આ સાથે છઠ્ઠા પગારપંચનો લાભ મેળવનાર કર્મચારીને લાભ મળશે.
આ ઠરાવનો અમલ પંચાયત સેવાના કર્મચારીઓ સહિત અનુદાનિત સંસ્થાઓના કર્મીઓને મળશે. આ નોશનલ પેન્શન સુધારણાનો ખરેખર લાભ તા.1/7/2023થી મળવાપાત્ર રહેશે. જે કર્મચારીઓએ સમાન લાભ મેળવવા માટે હાઇકોર્ટમાં પિટીશન કરી હોય અને હાલમાં ન્યાયાધીન હોય તેવા કિસ્સામાં પણ આ ઠરાવ મુજબ ઇજાફાનો લાભ મળશે.
બોર્ડ- નિગમોના કાયમી કર્મચારીઓનું પેન્શન નવેસરથી નકકી થશે:-
જૂનો ઠરાવ રદ
દિવાળીના તહેવારો વાદ હવે બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નવેસરથી નક્કી કરાશે. નવેસરથી પેન્શન નક્કી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જોકે કર્મચારીઓએ પેન્શન વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે. હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 21-03-2020નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન 100 ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field