Home દુનિયા - WORLD ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં હથિયાર… ICUમાં દાખલ તમામ દર્દીઓના મોત થયા

ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં હથિયાર… ICUમાં દાખલ તમામ દર્દીઓના મોત થયા

23
0

(GNS),18

ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ છે. ઇઝરાયેલના દરોડામાં ICUમાં દાખલ તમામ દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાએ આ જાણકારી આપી છે. તેણે કહ્યું છે કે ઈઝરાયેલની રેડમાં એક જ રાતમાં 22 દર્દીઓના મોત થયા છે. સલમિયાએ કહ્યું કે ત્રણ દિવસમાં અલ શિફા હોસ્પિટલમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા છે. 7000થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ફસાયેલા છે. આમાં દર્દીઓ, તબીબી સ્ટાફ કર્મચારીઓ અને આશ્રય ગૃહોમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલની સેના ગાઝાની અલ શિફા હોસ્પિટલને સતત નિશાન બનાવી રહી છે. IDFએ અલ શિફા હોસ્પિટલની નીચે એક ટનલ હોવાનો દાવો કર્યો છે. અલ શિફા ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ છે. ઈઝરાયેલના સૈનિકોએ અહીં કેટલાક કલાકો સુધી ઓપરેશન ચલાવ્યું હતું. IDFનું કહેવું છે કે અલ શિફા હોસ્પિટલ હમાસનું મુખ્ય મથક છે. ત્યાં હમાસનું કમાન્ડ સેન્ટર છે…

ઈઝરાયેલની સેનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં હથિયારો અને હમાસની એક પિક-અપ ટ્રક મળી આવી છે. IDFએ દાવો કર્યો છે કે હમાસે અલ શિફા હોસ્પિટલમાં એકે-47, આરપીજી, ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટકોનો સંગ્રહ કર્યો હતો. જો કે ઈઝરાયલ આર્મીના આ દાવા પર સતત સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ શિફા હોસ્પિટલનો જે ભાગ IDF ટનલ તરીકે બતાવી રહ્યું છે તે વાસ્તવમાં અલ શિફા હોસ્પિટલનું બંકર છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ શરૂઆતથી જ કહી રહ્યું છે કે બંધકોને અલ શિફા હોસ્પિટલની સુરંગમાં કેદ કરી શકાય છે. હમાસના આતંકી છુપાયેલા છે. પરંતુ જ્યારે આ સુરંગોમાં હમાસના આતંકી અને બંધકો છુપાયા છે તો તેઓ ક્યાંથી ગયા તે મોટો પ્રશ્ન છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field