Home દુનિયા - WORLD યુએનમાં ભારતની સાથેસાથે બાંગ્લાદેશ, શ્રીલંકાએ કેનેડાનો લીધો ઉધડો

યુએનમાં ભારતની સાથેસાથે બાંગ્લાદેશ, શ્રીલંકાએ કેનેડાનો લીધો ઉધડો

21
0

કટ્ટરવાદ અને ધાર્મિકસ્થળ પર હુમલા બંધ કરાવો : UNમાં બાંગ્લાદેશ-શ્રીલંકાનો કેનેડાને જવાબ

(GNS),16

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને અરીસો ધરીને તેનો ચહેરો બતાવ્યો છે. ભારત દ્વારા લેવામાં આવેલા એક મોટા રાજદ્વારી પગલામાં, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં કેનેડાને ધાર્મિક સ્થળો અને ધ્રૃણા ફેલાવતા ગુનાઓ પર અટકાવવાની સલાહ આપી. ભારતની સાથોસાથ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાજદ્વારીઓએ પણ યુએન માનવ અધિકાર પરિષદની બેઠક દરમિયાન એક ઠરાવ પર ચર્ચા દરમિયાન કેનેડાને આયનો બતાવીને કેટલીક સલાહ આપી હતી..

આ સાથે ભારતે પણ કેનેડાને સલાહ આપી.. જેના વિષે જણાવીએ, સંયુક્ત રાષ્ટ્રસંધમાં ભારતીય રાજદ્વારી, મોહમ્મદ હુસૈને કહ્યું કે, ‘ભારતની કેનેડાને સલાહ છે કે તે બીજાને કાઈ કહેતા પહેલા પોતાના ઘરેલું માળખાને મજબૂત કરે, જેથી વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ ના થઈ શકે. સાથોસાથ એમ પણ કહ્યું કે, કેનેડા હાલમાં જે કટ્ટરવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે તે તાકીદે બંધ કરી દેવું જોઈએ અને હિંસા ના ભડકે તેવી કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય રાજદ્વારી મોહમ્મદ હુસૈને કહ્યું કે કેનેડામાં ધાર્મિક સ્થાનો અને ધાર્મિક લઘુમતીઓ પર થતા હુમલાઓ પણ બંધ થવા જ જોઈએ. ઘ્રૃણા ફેલાવવાના ગુનાઓ અને દ્વેષપૂર્ણ ભાષણોને રોકવા માટે કેનેડાએ તેના કાયદાને વધુ મજબૂત કરવા જોઈએ..

બાંગ્લાદેશે પણ કેનેડાને ઘેર્યુ.. જે વિષે જણાવીએ, બાંગ્લાદેશી રાજદ્વારી અબ્દુલ્લા અલ ફોરહાદે સંયુક્ત રાષ્ટ્રસંધમાં કહ્યું કે, કેનેડાએ રંગભેદ, ધ્રૃણા ફેલાવવાના ગુનાઓ તેમજ ઇમિગ્રન્ટ્સ મુસ્લિમ લઘુમતીઓ સામેના ભેદભાવને રોકવા માટે કેનેડાએ મજબૂત પગલાં લેવાની જરૂર છે. બાંગ્લાદેશે પણ કેનેડાને, પોતાના દેશમાં ઉત્પન્ન થતા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સલાહ આપી હતી અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા કહ્યું હતું. શ્રીલંકાના રાજદૂત થિલિની જયસેકરાએ કેનેડાના અધિકારીઓને સ્થળાંતર કામદારો અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવા જણાવ્યું હતું. રંગભેદ અને ભેદભાવપૂર્ણ નીતિઓનો વિરોધ કરવાની અને ઇમિગ્રન્ટ કામદારોના અધિકારોને અસરકારક રીતે અમલમાં મૂકવાની પણ જરૂર છે..

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલના દિવસોમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગત જૂનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેને લઈને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ઉભા રહીને આ હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતે ટ્રુડોએ લગાવેલા આરોપોને પાયાવિહાણા ગણાવીને ફગાવી દીધા હતા. આ પછી ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા આપવાની કામગીરી સ્થગિત કરી દીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે લંડનમાં પીએમ ટ્રુડોને સણસણતો જવાબ આપ્યો
Next articleઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં પાકિસ્તાન કેમ ફસાયું?..