કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને મોદી સરકારની પ્રશંસા કરી : કાશ્મીરના પથ્થરબાજોની તરફેણ કરનાર શેહલા રાશિદના બદલાયા સુર
(GNS),16
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશિદે, ફરી એકવાર કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને મોદી સરકારની પ્રશંસા કરી છે. સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા શેહલા રાશિદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે કાશ્મીર એ ગાઝા નથી. મોદી સરકારે કાશ્મીરમાં સારું કામ કર્યું છે. અહીંની વર્તમાન સ્થિતિ ઘણી સારી છે અને અમે કાશ્મીરીઓ તેનાથી ખૂબ જ ખુશ છીએ..
જ્યારે શેહલાને પૂછવામાં આવ્યું કે શું તેણે ક્યારેય કાશ્મીરના પથ્થરબાજોનું સમર્થન કર્યું હતું તો તેના જવાબમાં જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પૂર્વ ઉપાધ્યક્ષ શેહલાએ કહ્યું, હા 2010માં આવું હતું પરંતુ આજે એવું નથી. કાશ્મીરની વર્તમાન રાજકીય અને સામાજીક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તે જોઈને આનંદ થાય છે. કાશ્મીરમાં બદલાયેલી પરિસ્થિતિ માટે હું ખૂબ જ આભારી છું. કાશ્મીર ગાઝા નથી. આ સ્પષ્ટ થઈ ગયું છે કારણ કે કાશ્મીર માત્ર વિરોધ પ્રદર્શનમાં સામેલ હતું. વિદ્રોહ અને ઘૂસણખોરીના છૂટાછવાયા બનાવો બનતા રહ્યા હતા. કોઈએ તો આ બધુ થતુ અટકાવવાનું હતું. વર્તમાન મોદી સરકારે તેમ કર્યું છે…
કાશ્મીરમાં આજની સ્થિતિ સાવ અલગ છે. હું આનો સંપૂર્ણ શ્રેય વર્તમાન સરકાર, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આપવા માંગુ છું, તેમ જણાવીને શેહલાએ કહ્યું કે, મોદી અને શાહે કાશ્મીરની સમસ્યાનો રાજકીય ઉકેલ શોધી કાઢ્યો છે અને આ ઉકેલ રક્તવિહીન છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે જ્યારે શેહલાએ જમ્મુ-કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ માટે મોદી સરકારના વખાણ કર્યા હોય, આ પહેલા પણ તેણે આવું કર્યું હતું..
જ્યારે શેહલાને પૂછવામાં આવ્યું કે, જેએનયુમાં બનેલી કેટલીક ઘટનાના કારણે તમારા ઉપરાંત ઓમર ખાલિદ અને કન્હૈયા કુમારનું જીવન બદલી નાખ્યું. તેના જવાબમાં શેહલાએ કહ્યું કે તે ઘટનાએ માત્ર અમારા ત્રણેયનું જીવન જ બદલી નાખ્યું નથી, પરંતુ સમગ્ર યુનિવર્સિટીએ પણ તેનો ભોગ બનવું પડ્યું હતું. જો કે આ સમયગાળા દરમિયાન ‘ભારત તેરે ટુકડે હોંગે’ જેવા નારા લગાવવામાં આવ્યા નહોતા. લાલ સલામ જેવા સામાન્ય નારા લાગ્યા હતા તેવો ખુલાસો કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.