(જી.એન.એસ),તા.૧૨
મુંબઈ
દર વર્ષે દર્શકો બિગ બોસની રાહ જોઈને બેઠા હોય છે. 3 મહિના સુધી ચાલતા આ રિયાલિટી શોમાં લડાઈ-ઝઘડા થવા સામાન્ય વાત છે. એટલુ જ નહીં બિગ બોસને નાના પડદાનો સૌથી મોટો કોન્ટ્રોવર્સી રિયાલિટી શો પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન આ શોને હોસ્ટ કરી રહ્યા છે. દરેક સિઝન માટે સલમાન તગડી ફી વસુલે છે. સલમાન ખાન દર અઠવાડિયે આવીને ઘરવાળાની ક્લાસ લગાવતા નજરે આવે છે..
બિગ બોસનો ઠપકો અને સલમાન ખાનની ફટકાર બાદ ઘણા સ્પર્ધકો શોમાંથી બહાર જવા સુધીનું નક્કી કરી લે છે. ઘણી સિઝનમાં આ વસ્તુ જોવા મળી છે કે સ્પર્ધક બિગ બોસના નિર્ણયોથી તેટલી હદે નિરાશ થઈ જાય છે કે શોને છોડવાનો નિર્ણય લઈ લે છે. ઘણી વખત સલમાનનો કઠોર ઠપકો સ્પર્ધકો સહન કરી શકતા નથી અને શો છોડી દે છે પણ શું તમે જાણો છો કે સ્પધર્કોની લાખ ધમકી છતા પણ બિગબોસના ઘરના દરવાજા તેમના માટે ત્યાં સુધી નથી ખુલતા, જ્યાં સુધી બિગ બોસ અથવા વોટ આઉટ થઈને તે શોની બહાર ના નીકળી જાય..
તમે સ્પર્ધકોને ઘણીવાર એવુ કહેતા સાંભળ્યા હશે કે બિગ બોસનો કોન્ટ્રાક્ટ તોડવો તેમના માટે મોંઘો પડી શકે છે પણ સવાલ એ છે કે તેમને આ કોન્ટ્રાક્ટ કેટલો મોંઘો પડશે. આ સવાલનો જવાબ મળી ગયો છે. બિગ બોસ 17 સતત ચર્ચાનો ભાગ બનેલુ છે. આ સિઝનમાં ઘણા નાના પડદા પરના સ્ટાર પણ તેમાં સામેલ થયા છે અને ઘણા યૂટ્યૂબર્સ પણ છે. તાજેત્તરમાં જ મુન્નવર ફારૂખીને બિગ બોસના કોન્ટ્રક્ટ વિશે વાત કરતા જોવામાં આવ્યો..
જો સમગ્ર કેસની વાત કરવામાં આવે તો મુન્નવર ફારૂખી પોતાની મિત્ર મન્નારાને સમજાવી રહ્યો હોય છે કે મન્નારા શો છોડવાની વાત કરી રહી હોય છે, કારણ કે તેમને સલમાન અને મુન્નવર પાસેથી ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે. જેને લઈને તે શોના બહારની વાત કહે છે. મન્નારાને સમજાવતા મુન્નવર કહે છે કે દર વર્ષ ઘણા લોકો આ દરવાજા પર જઈને કહે છે કે અમારે જવુ છે. જો તમારે જવુ છે તો તમારે 2 કરોડ રૂપિયા આપવા પડશે, બિગ બોસના કોન્ટ્રક્ટમાં લખ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.