Home ગુજરાત રાજ્ય સરકારે 518 પોલીસ કર્મીઓને ASIને PSI તરીકે બઢતી આપી

રાજ્ય સરકારે 518 પોલીસ કર્મીઓને ASIને PSI તરીકે બઢતી આપી

16
0

(જી.એન.એસ),તા.૧૨

ગાંધીનગર

ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે દિવાળી ટાણે પોલીસ ખાતા માટે શુભ સમાચાર આપ્યા છે જે અંતર્ગત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની દિવાળી સુધારી છે, દિવાળી પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 518 આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ASI)ને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે 518 પોલીસ કર્મીઓને ASIને PSI તરીકે બઢતી આપી છે. આ અગાઉ રાજ્યમાં ASIને હંગામી બઢતી આપવામાં આવી હતી, બઢતી પામેલા ASIને ગૃહ વિભાગ દ્વારા PSI તરીકે પ્રમૉટ કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી હતી. આ નિર્ણયથી રાજ્યમાં PSIની ઘટ્ટ ઓછી થઇ શકે છે. લાંબા સમયથી આ 538 જેટલા ASI બઢતીની રાહ જોઈ રહ્યા હતા જેની આતુરતાનો આજે ગૃહ વિભાગ જાહેરતા કરી અંત કર્યો છે અને તમામને હંગામી બઢતી મળી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીમાં ફરી ધરતી ધ્રૂજી, હળવો ભૂકંપ અનુભવાયો
Next articleપાટીદાર નેતાના રાજીનામાથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો