Home ગુજરાત આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી

આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી

20
0

ગુજરાતમાં 2થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે

(GNS),11

દેશભરમાં દિવાળીના તહેવાર વચ્ચે વાદળછાયું વાતાવરણ છવાયું છે. ઉત્તર ભારતમાં કમોસમી વરસાદે દસ્તક આપી દીધી છે. તો ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ખાબકી ગયો છે. આગાહી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઇ શકે છે. ત્યારે દિવાળીના બાકી તહેવારોનુ શું થશે આવો જોઈએ. આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુનો ઘટાડો આવી શકે છે. હાલ ગુજરાતમાં વરસાદ આવવાની કોઈ શક્યતા નથી. માત્ર કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અને રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.

ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શુક્રવારે વહેલી સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસ ભારે વરસાદ થયો હતો, જેણે પ્રદૂષણની સમસ્યામાંથી થોડી રાહત મેળવી હતી. દિલ્હીનું AQI સ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને હવા સ્વચ્છ બની છે. દિલ્હી ઉપરાંત ઘણા રાજ્યોમાં આ દિવસોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આજે યુપી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની છે.

આ સિવાય દક્ષિણ ભારતમાં 14 નવેમ્બરે હવામાનની પેટર્ન ફરી બગડવાની છે, જેના કારણે વરસાદનો નવો તબક્કો શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તારીખ 14થી 16 દરમિયાન હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી તારીખ 16 નવેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ભારે ચક્રવાત સર્જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ કારણે ગુજરાતના હવામાનને પણ તેની અસર થવાની શક્યતાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દિવાળીના તહેવારો દરમિયાનના હવામાન અંગે વાત કરીને અંબાલાલ પટેલ જણાવે છે કે, અરબ સાગરનો ભેજ આવી શકે છે, આ સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે. ડિસેમ્બર માસથી આની અસર વધી જશે. જેના લીધે વાદળવાયુની અસર વધારે થશે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો ઠંડા રહેવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે. ખરા તહેવારે ગુજરાતમાં લોકોની દિવાળી બગડી છે.

આગામી 24 કલાકને લઇ હવામાન વિભાગની આગાહી ચેતવણીભરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી છે. ગુરૂવારે રાજ્યમાં સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ગીર સોમનાથ, ડાંગ, તેમજ જૂનાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. એકાએક વરસાદી માહોલ છવાતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા. ગુરૂવારે દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે પ્રદૂષણમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે. આ સિવાય દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેક માય ટ્રીપના નામે ટેલિગ્રામ પણ ઓનલાઈન ફ્રોડનું માધ્યમ બન્યું
Next articleદિવાળીના તહેવારોના કારણે પાંચ દિવસ માટે સાંજે 7.30 વાગ્યે પાવાગઢ મંદિર બંધ થશે