(GNS),06
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના 35માં જન્મદિવસ પર 49 મી વનડે સદી ફટકારી સચિન તેંડુલકરના સૌથી વધુ ODI સદીના રેકોર્ડની બરાબરી કરી અને જીતમાં વિજયી યોગદાન આપ્યું હતું. જેની ખુશી મેદાનમાં પણ જોવા મળી હતી અને તેણે અનુષ્કાના ગીત પર ડાન્સ કર્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં જ્યાં 14 વર્ષ પહેલા વિરાટે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી તે જ મેદાન પર તેણે સચિનના સૌથી વધુ સદીના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. બેટથી ચાહકોનો દિવસ બનાવનાર વિરાટે ફિલ્ડિંગ વખતે પણ પોતાની હરકતોથી ફેન્સનું મનોરંજન કર્યું હતું…
ટીમ ઈન્ડિયાના 326 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ સતત વિકેટ ગુમાવી હતી અને ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત કરી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. હંમેશની જેમ, વિરાટ કોહલી દરેક વિકેટ પર ઉજવણી કરી રહ્યો હતો અને ખેલાડીઓની આસ્થે ફેન્સનો ઉત્સાહ વધાર્યો હતો. ફિલ્ડિંગ દરમિયાન વિરાટ કોહલીએ તેના તેના ડાન્સ મૂવ્સ પણ બતાવ્યા હતા. જે તે અનેકવાર મેદાનમાં કરતો રહે છે. પરંતુ આ વખતે તેનો ડાન્સ ખાસ હતો, કારણકે તે જે સોંગ પર ડાન્સ કરી રહ્યો હતો એ તેની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની મૂવીનું જ હતું…
વિરાટ કોહલીએ ચાલુ મેચ દરમિયાન તેની પત્ની અને બોલિવૂડ સ્ટાર અનુષ્કા અને અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ‘બેન્ડ, બાજા, બારાત’ના પ્રખ્યાત ગીત ‘મૈં તો એવી એવી લૂટ ગયા’ પર ડાન્સ કરવાનું શરૂ કર્યું. જે બાદ સ્ટેડિયમમાં હાજર તમામ ફેન્સ ઉત્સાહમાં આવી ગયા હતા ને તેણે ચીયર કર્યો હતો. એકંદરે 35મો જન્મદિવસ અને ઈડન ગાર્ડન્સ મેદાન કોહલી, તેના પરિવાર, ટીમ ઈન્ડિયા અને તેના ચાહકો માટે ખૂબ જ ખાસ અને યાદગાર હતા. જ્યાં સુધી વર્લ્ડ કપની વાત છે, કોહલીએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 8 ઈનિંગ્સમાં 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેણે 108ની એવરેજથી 543 રન બનાવ્યા છે અને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.