Home દેશ - NATIONAL બજેટને લઈને હાલ થઇ રહી છે ચર્ચા, મધ્યમવર્ગને મળશે રાહત

બજેટને લઈને હાલ થઇ રહી છે ચર્ચા, મધ્યમવર્ગને મળશે રાહત

465
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.08
વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં આ વર્ષે દેશના મધ્યમ વર્ગને મોટી રાહતો આપી શકે છે. ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા સરકાર મતદારોના મોટાવર્ગને પોતાની તરફ કરવા માટે મિડલ ક્લાસને ટેક્સમાં રાહત આપશે. મધ્યમ વર્ગને પહેલાથી ભાજપ્નો મોટો સપોર્ટર માનવામાં આવે છે. સરકારમાં હાલ બજેટને લઈને ચાલતી આંતરિક ચચર્ઓિમાં પણ સરકાર તથા પાર્ટીના નેતાઓનું માનવું છે કે બજેટમાં મિડલ ક્લાસને વિશેષ ફાયદો કરાવવાથી 2019માં ભાજપ્ને ફરી એકવાર ફાયદો થઈ શકે છે.
આ માટે સરકાર ટેક્સ છૂટ, હેલ્થ ઇંશ્યોરન્સ પર વધારાના લાભ, એફડી પર વધુ વ્યાજ જેવી જાહેરાત કરી શકે છે. કેમ કે પાછલા થોડા સમયથી શેરબજારમાં ઉછાળો અને મ્યચ્યુઅલ ફંડમાં ભારે રિટર્નના કારણે સરકારી રોકાણ યોજનાઓમાં આકર્ષણ ઘટ્યું છે. તેમજ તાજેતરમાં જ નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર લોકો પાસે વધુને વધુ ફંડ રહે તેના પર વિશ્વાસ કરે છે. કેમ કે આમ થવાથી લોકો વધુ ખર્ચ કરશે અને રોકાણ કરશે જેનો લાંબાગાળે દેશના અર્થતંત્રને ફાયદો મળશે.
જોકે, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને જીએસટીના કરણે રેવન્યુ ઘટતા સરકારી તિજોરી પર અસર પડી છે. ત્યારે લોકોને વધારનો ફાયદો બજેટમાં આપવા પહેલા સરકારે અન્ય આવકના અન્ય રસ્તાઓ અંગે વિચાર કરવો પડશે. સૂત્રો મુજબ સરકારનો એક પક્ષ સ્ટોક માર્કેટ ટ્રાન્ઝેક્શન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધારવાના પક્ષમાં છે. જે મુજબ રુ.5 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન પર રાહત મળશે. આ ઉપરાંત તેના પર લાગતા ટેક્સ ચાર્જીસને પણ 10 ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે. આ રીતે મોદી સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને પોતાની તરફ કરવા માટે રાહતો ધરાવતું બજેટ રજૂ કરવાના મૂડમાં છે.આગામી કેન્દ્રીય બજેટમાં નાણા મંત્રાલય આરોગ્ય વીમા ક્ષેત્રે પણ મોટા લાભ જાહેર કરે તેવી સંભાવના છે અને ખાસ કરીને આરોગ્ય વીમા પ્રિમીયમમાં મોટાપાયે ટેક્સમાં છૂટછાટ મળે તેવી સંભાવના છે. બજેટમાં આ દરખાસ્ત માટે ગંભીર વિચારણા અને મંત્રણા કરવા નાણાં મંત્રાલયે એપેક્સ બોડીને સુચના આપી છે. ઘણા લાંબા સમયથી આ માગણી થઈ રહી છે અને બજેટમાં કદાચ ટેક્સ છૂટછાટો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. મોદી સરકાર આમ પણ વીમા આધારિત હેલ્થકેરની નીતિને આગળ વધારવા માગે છે અને નાણામંત્રી જેટલી એમની આ નીતિને બળ આપશે અને હેલ્થ ઈુસ્યોરન્સ પ્રિમીયમ પર ટેક્સછૂટ મળશે તેમાં શંકા નથી તેમ સરકારના અંતરંગ વર્તુળોએ જણાવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં 60 વર્ષીય વૃદ્ધાનું ઠંડીના કારણે મોત
Next articleસમલૈગિંકતાને અપરાધ માનવાના વિચાર પર ફરીથી વિચાર કરશે સુપ્રિમ કોર્ટ