(GNS),06
કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી બાદ મહાદેવ એપે તેનું ડોમેન બદલ્યું છે. મહાદેવ એપે કહ્યું છે કે નવા ડોમેનમાં જૂનું આઈડી અને પાસવર્ડ એ જ રહેશે. કંઈપણ બદલાશે નહીં. તમામ બુકીઓ જેઓ સટ્ટો લગાવે છે તેઓનો બેટ્સ અહીં સટ્ટો લગાવી શકશે. તમને જણાવી દઈએ કે રવિવારે મહાદેવ એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપને બ્લોક કરવામાં આવી હતી..
કેન્દ્ર સરકારના પ્રતિબંધ અને EDની કાર્યવાહી બાદ મહાદેવ એપને નવો રસ્તો ગોત્યો છે. તેણે પોતાની વેબસાઈટનું ડોમેન બદલ્યું છે. આ માહિતી મહાદેવ એપે પોતે આપી છે. મહાદેવ બુક દ્વારા જે નવું ડોમેઈન ઈશ્યુ કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે સટ્ટાબાજી કરનારા તમામ બુકીઓ, તેમનો જૂનો આઈડી અને પાસવર્ડ એ જ રહેશે. માત્ર વેબસાઈટનું ડોમેન બદલવામાં આવ્યું છે..
તમને જણાવી દઈએ કે, રવિવારે ભારત સરકારે મહાદેવ બુક સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સ સામે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે આ તમામ એપ્સ અને વેબસાઈટને બ્લોક કરી દીધી છે. ED દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ પગલા લેવામાં આવ્યા હતા..
સરકારના કડક પગલા બાદ ઓનલાઈન સટ્ટાબાજીની એપથી પૈસા કમાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. મહત્વનું છે કે ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સ પર કડક કાર્યવાહી કરતી વખતે, સરકારે મહાદેવ બેટિંગ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. મહત્વનું છે કે સરકારની આ કાર્યવાહીથી બાકીની એપના નિર્માતાઓ પણ ફફડાટ ફેલાય ગયો છે..
તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓમાં જ દેશભરમાંથી 12 લાખથી વધુ લોકો મહાદેવ બુક એપ સાથે જોડાયા હતા અને આના માધ્યમથી લોકોએ આ એપનો ઉપયોગ ક્રિકેટથી લઈને ચૂંટણી સુધી દરેક વસ્તુ પર સટ્ટો લગાવવા માટે શરૂ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.