(GNS),03
વર્લ્ડકપ 2023ની 33મી મેચ અને પોતાની સાતમી મેચમાં ભારતે શ્રીલંકાને ખુબ ખરાબ રીતે હાર આપી છે. શ્રીલંકાની આખી ટીમ પત્તાની જેમ ઢળી પડી હતી અને ધમાકેદાર જીતની સાથે ભારત સતત ચોથી વખત વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા જેના માટે ત્રણ ખેલાડીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. શુભમન ગિલે 92 રન તો વિરાટ કોહલીએ 88 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અય્યરનું પણ 82 રનનું મહત્વનું યોગદાન જોવા મળ્યું હતુ..
હવે કુલ 358 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ મેદાન પર આવતા જ એક બાદ એક ખેલાડી આઉટ થવા લાગ્યા અને 5 ખેલાડી શૂન્ય રન પર આઉટ થયા હતા. જ્યારે 2 ખેલાડીઓએ 1-1 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ તરફથી સૌથી વધુ રન રજિથાએ બનાવ્યા હતા અને તે પણ 14 રન. ભારતે 302 રનથી શ્રીલંકા સામે જીત મેળવી હતી અને આ જીતમાં બોલર મોહમ્મદ શમીનું મહત્વનું યોગદાન રહ્યું છે..
જેમણે 5 વિકેટ લઈ શ્રીલંકાની ટીમને ધુંટણીયે બેસાડી દીધી હતી. હવે સોશિયલ મીડિયા પર શમીના વખાણ થઈ રહ્યા છે. જ્યારે લોકોએ શ્રીલંકાની ટીમની મજાક ઉડાવાની કોઈ કમી બાકી રાખી નથી. હવે ભારતની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે છે. 5 નવેમ્બરના રોજ ઈડન ગાર્ડનના મેદાન પર રમાનારી આ મેચમાં જોવાનું રહેશે કે, ભારત કેવું પ્રદર્શન કરે છે. કારણ કે, સાઉથ આફ્રિકાની ટીમે આ વર્લ્ડ કપમાં પોતાનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.