(GNS),03
ટાઈગર અને જોયાને ફરી એકવાર મોટા પડાદા પર જોવા માટે ચાહકો આતુર છે.ચાહકોની આ રાહ 12 નવેમ્બરના રોજ પુરી થશે. સલમાન ખાન ફિલ્મ ટાઈગર 3 દિવાળી પર લઈને આવી રહ્યો છે. જેમાં ફરી એક વખત કેટરિના તેની સાથે જોવા મળશે. આ ફિલ્મને રિલીઝ થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર સલમાન ખાને આ ફિલ્મ માટે 100 કરોડનો ચાર્જ લીધો છે. ટાઇગર 3 સલમાન ખાનની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે..
આવી સ્થિતિમાં ફિલ્મના બજેટ અને સ્ટારકાસ્ટને લઈને ચર્ચાઓ ખુબ જોવા મળી રહી છે. કેટરિના કૈફ માટે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે અંદાજે 20 કરોડ રુપિયા આ ફિલ્મમાં કામ કરવા માટે લીધા છે. તમને જણાવી દઈએ કે, કેટરિના દરેક ફિલ્મમાટે 15 થી 20 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. વિલનના પાત્રમાં જોવા મળનાર ઈમરાન હાશ્મી માટે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે 2.5 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. ટાઈગર 3માં ઈમરાન હાશ્મીને જોવા માટે તેના ચાહકો ખુબ રાહ જોઈ રહ્યા છે..
પઠાણ બાદ ટાઈગર 3માં ધુમ મચાવવા આવી રહેલી રિદ્ધી ડોગરાએ આ ફિલ્મ માટે 30 લાખનો ચાર્જ લીધો છે. આશુતોષ રાણાએ 60 લાખ રુપિયા ટાઈગર 3ના પાત્ર માટે લીધા છે. જો આપણા બોલિવુડ સ્ટાર આટલી મસમોટી ફી લેતા હોય તો સાઉથ સુપરસ્ટાર પણ પાછળ રહેતા નથી. સાઉથ અભિનેત્રી રામ્યા કૃષ્ણનને અંદાજે 80 લાખ રુપિયા આ ફિલ્મ માટે લીધા છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મનું બજેટ શાહરુખ ખાનની પઠાણથી પણ વધારે છે. આ ફિલ્મનું બજેટ 300 કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.