Home દેશ - NATIONAL જી.એમ.ડી.સી. દ્વારા અર્ધ નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત

જી.એમ.ડી.સી. દ્વારા અર્ધ નાણાકીય વર્ષના પરિણામોની જાહેરાત

37
0

(GNS),03

FY23 ના Q2 માં 592 કરોડની સામે કુલ આવક 460 કરોડ નોંધાઈ છે. Q2 FY23માં 539 કરોડની સામે ઓપરેશન્સમાંથી આવક 383 કરોડ રહી હતી. EBITDA અહેવાલ 130 કરોડની સરખામણીમાં FY23Q2માં 223 કરોડ નોંધાઈ. કર પહેલાંનો નફો FY23Q2 માં 204 કરોડની સરખામણીએ 111 કરોડ રહ્યો. FY23 Q2માં 151 કરોડની સામે કરવેરા પછીનો નફો 76 કરોડ નોંધાયો હતો. શેર દીઠ આવક 2.40 નોંધાઈ (શેર દીઠ રૂ.2 ફેસ વેલ્યુ) …. H1 FY24 Vs H1 FY23 (સ્ટેન્ડઅલોન) :- H1 FY24માં કુલ આવક રૂ.1286 કરોડ હતી જે H1 FY23માં રૂ.1794 કરોડ હતી. – H1 FY23માં રૂ.1694 કરોડની સરખામણીએ કામગીરીમાંથી આવક રૂ.1148 કરોડ નોંધવામાં આવી હતી… વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની મુખ્ય આવક H1 FY24માં રૂ.437 કરોડ છે, જે રૂ. H1 FY23માં 711 કરોડ રહી. કંપનીનું EBITDA માર્જિન 34% હતું. કર પહેલાંનો નફો (PBT) 399 કરોડ H1 FY24 માટે H1 FY23માં 670 કરોડ. કંપનીના કર પહેલાનાં નફાનું માર્જિન 31% હતું. કરવેરા પછીનો નફો (PAT) H1 FY24માં 292 કરોડ હતો જે H1 FY23માં 496 કરોડ નોંધાયો. કંપનીનું PAT માર્જિન 23% હતું. H1 FY24 માટે શેર દીઠ કમાણી 9.18 (EPS) (શેર દીઠ રૂપિયા 2) હતી….

ઉત્પાદનની મુખ્ય બાબતો જે વિષે જણાવીએ, Q2 FY24 દરમિયાન લિગ્નાઈટનું કુલ ઉત્પાદન 9.15 લાખ મેટ્રીક ટન હતું, જેની સામે Q2 FY23માં 11.40 લાખ મેટ્રીક ટન હતું, જે 20% નો ઘટાડો દર્શાવે છે. H1 FY24 દરમિયાન એકંદરે લિગ્નાઈટ ઉત્પાદન 27.43 લાખ મેટ્રીક ટન હતું. જેની સામે H1 FY23માં 36.43 લાખ મેટ્રીક ટન રહ્યું. કંપનીની નાણાકીય કામગીરી પર નિવેદન આપતા, GMDCના મેનેજિંગ ડિરેક્ટર IAS રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રિમાસિક ગાળાના પડકારો સામે અમે સ્થિતિસ્થાપકતા અને સતત સુધારણા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જ્યારે Q2FY24ના પરિણામો ભલે અસાધારણ ન હોય. તેઓ અવરોધોને દૂર કરવાના અમારા સંકલ્પને દર્શાવે છે. અમે એકાગ્રતા સાથે કામ કરીએ છીએ અને અમે ભવિષ્યમાં વધુ સારા પરિણામો હાંસલ કરવા માટે સમર્પિત છીએ. સાથે મળીને, અમે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને આગળના ત્રિમાસિક ગાળામાં વધુ સફળતા તરફ દોરીશું. તમારો વિશ્વાસ અને સમર્થન અમારું પ્રેરક બળ છે કારણ કે અમે અમારા પ્રદર્શનને વધારવા અને અમારા હિતધારકોને વધુ વળતર પહોંચાડવા માટે ખંતપૂર્વક કામ કરીએ છીએ.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleUAE ભારતને 4 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરશે
Next articleઇન્ડિયાફર્સ્ટ લાઇફએ GIFT સિટી IFSC રજિસ્ટ્રેશન મેળવનારી પ્રથમ ભારતીય વીમા કંપની બની