Home મનોરંજન - Entertainment શાહરૂખ ખાને પોતાના જન્મદિવસ પર કર્યું ટ્વીટ

શાહરૂખ ખાને પોતાના જન્મદિવસ પર કર્યું ટ્વીટ

42
0

(GNS),02

આજે અભિનેતા શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં જન્મેલા શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કિંગ ખાન ફક્ત બોલિવૂડ એક્ટર જ નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે અને વિશ્વભરમાં તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. દર વખતની જેમ તેના જન્મદિવસના ખાસ પ્રસંગે શાહરૂખ ખાન અડધી રાત્રે તેના ઘરની બહાર તેના ફેન્સને મળ્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય શાહરૂખે એક ટ્વીટ કરીને બધાનો આભાર પણ માન્યો છે. શાહરૂખ ખાને 2 નવેમ્બરે સવારે 3.18 વાગ્યે ટ્વીટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ માટે બધાનો આભાર માન્યો છે..

શાહરૂખ ખાને ટ્વીટમાં લખ્યું છે કે , ‘વિશ્વાસ નથી આવતો કે તમારામાંથી આટલા બધા મોડી રાત્રે આવ્યા અને મને અભિનંદન આપ્યા. હું માત્ર એક એક્ટર છું. તમારું થોડું પણ મનોરંજન કરવા હું સક્ષમ છું. હું તમારા પ્રેમના સપનામાં જીવું છું. મને તમારું મનોરંજન કરવા દેવા બદલ આપ સૌનો આભાર. સવારે મળીશું.. ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન પણ. દર વખતની જેમ આ વખતે જે રીતે શાહરૂખ એકદમ ડેશિંગ લાગે છે તેવી જ રીતે આ વખતે પણ હેન્ડસમ લાગી રહ્યો છે. તેણે કાળા રંગનું ટી-શર્ટ, મિલિટ્રી પેન્ટ અને કેપ પહેરી હતી. આ દરમિયાન તેણે ચાહકોને પોતાનો સિગ્નેચર પોઝ પણ આપ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field