(S.yuLk.yuMk)વાપી,íkk.08
ધરમપુરના નાની વહિયાળ ગામે મુસ્લિમ પરિવારના બંગલામાં આજે મળસ્કે ૬ હથિયારધારી લુંટારૂઓ ત્રાટકયા હતા.પરિવારના સભ્યોને બંધક બનાવી ધાક ધમકી આપી ૪૦ તોલા સોનાના દાગીના, રોકડા રૂ.૨.૫૦ લાખ તથા અમેરિકન ડોલરની સનસનીખેજ લુંટ કરી નાસી છુટ્યા હતા. નાનીવહિયાળમાં મસ્જિદ ફળીયામાં રહેતા સલીમભાઈ એમ. પઠાણના બંગલા પર આજે વહેલી સવાર 3 વાગ્યાની આસપાસ ઇકો કારમાં આવેલ 6 જેટલા લૂંટારૂં સળિયા, પાઇપ, ચોપર જેવા હથિયાર સાથે ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી બંગલામાં ઘુસી પરિવારને બાનમાં રાખી મુદ્દામાલ લુંટી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા, પોલીસની કયું.આર.ટી. ની ગાડી ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે લૂંટારુંઓ મુખ્યમાર્ગથીઆંબાવાડી માર્ગનો ઉપયોગ કરીને પલાયન થવામાં સફળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બુકાની બાંધીને આવેલા લૂંટારુંઓ એક બીજાના નામો મુસ્લિમ સમાજમાંથી આવતા હોય તે રીતે ઉચ્ચારતા હતા. સલીમભાઇ વિદેશમાં રહે છે. બંગલામાં તેમની પત્ની, પુત્ર, પુત્રવધુ સહિત ૫ વ્યકતિઓ રહે છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચીં ગયો હતો. લુંટારૂઓ બંગલામાં અડધો કલાક સુધી રોકાયા હતા. પોલીસે ચોમેરે નાકાબંધી કરી હતી. પરંતુ કોઇ સફળતા મળી ન હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.