Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કરવામાં આવ્યું

અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કરવામાં આવ્યું

29
0

(GNS),31

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહેલ છે. જેની પૂર્વ સંધ્યાએ 30 ઓક્ટોબરના રોજ મહારાણા પ્રતાપના વંશજશ્રી મહારાજ કુમાર સાહબેશ્રી ડૉ. લક્ષ્યરાજસિંહજી મેવાડ – ઉદયપુર, રાજસ્થાન એવમ્ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજશ્રી મહારાજા રાઓલ સાહેબ વિજયરાજસિંહજી – ભાવનગર, ગુજરાત સહિત 12 રાજવી વારસદારોએ વિશ્વઉમિયાધામ ખાતે જગત જનની મા ઉમિયાની પુજા-અર્ચના અને આરતી કરી હતી.

આ સાથે જ 15 રાજવી વારસદારોએ વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણાધીન મંદિર શિલાનું પણ પૂજન કર્યું. આ અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે રાજવી વારસદારોની વિશ્વઉમિયાધામ ખાતે પધરામણીથી સામાજિક સમરસતાનું ઉદાહરણ ઉભું થયું છે. ઈતિહાસમાં પ્રથમવાર કોઈ વૈશ્વિક સંસ્થા તરીકે વિશ્વઉમિયાધામ અખંડ ભારતમાં પોતાનું રાજ્ય સમર્પિત કરનાર રાજવીઓનું સન્માન કરી રહ્યું છે. અને 31 ઓક્ટોબરના દિવસે ઈતિહાસ રચાઈ રહ્યો છે.જેમાં રાજ્યભરમાંથી દરેક સમાજના 1 લાખથી વધુ રાષ્ટ્ર પ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ભાવે લોકોને દઝાડ્યા
Next articlePM નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરાઈ