Home દેશ - NATIONAL પ્લાસ્ટિકના કચરાથી બનેલા ઘઉં અને ચોખા બનતાનો વિડીયો વાયુવેગે વાઈરલ

પ્લાસ્ટિકના કચરાથી બનેલા ઘઉં અને ચોખા બનતાનો વિડીયો વાયુવેગે વાઈરલ

37
0

ઘણી ન્યૂઝ એજન્સીઓ અને યુટ્યુબર્સે કહ્યું કે,”આ વીડિયો ખોટો છે આ મશીનોથી ઘઉં કે ચોખાના દાણા બનાવી શકાતા નથી”

(GNS),31

આજના સમયમાં કોઈ પણ વસ્તુ અસલી કે નકલી હોવાની કોઈ ગેરંટી નથી. તમે બજારમાંથી અસલી ચીજવસ્તુઓ ખરીદી ખાઇ રહ્યા છો કે નહીં તેની ગુણવત્તાની ચકાસણી ખૂબ જ મુશ્કેલ છે. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિકના કચરામાંથી ઘઉં બનાવી શકાય છે..

ઇન્સ્ટાગ્રામ પર miss_divsni_cute (cutest girl-) નામની ID સાથે અપલોડ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ પ્લાસ્ટિકનો કચરો મશીનમાં ભરી રહ્યો છે. ત્યાર બાદ મશીનમાંથી પ્લાસ્ટિકની ભૂકીના રૂપમાં કચરો બહાર આવે છે. ભૂકીને એક વાસણમાં ધોવામાં આવે છે, ત્યારબાદ તેને અલગ પ્રકારના મશીનમાં નાખવામાં આવે છે અને વધુ સારી રીતે ધોવામાં આવે છે. તે પછી તેને પાઇપ દ્વારા દિવાલ પર ફેંકવામાં આવે છે જેથી તે સંપૂર્ણપણે સુકાઈ જાય. આ સૂકી ભૂકીને બીજા મશીનમાં નાખીને બારીક પાવડરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તે પછી નકલી ઘઉં બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે..

જો કે આ મશીનો વડે ઘઉં બનાવવાના દાવાને પોકળ ગણાવ્યો છે. આ વીડિયોની સત્યતા તપાસ્યા બાદ ઘણી ન્યૂઝ એજન્સીઓ અને યુટ્યુબર્સે કહ્યું કે આ વીડિયો ખોટો છે. કારણ કે આ મશીનોથી ઘઉં કે ચોખાના દાણા બનાવી શકતા નથી પરંતુ પ્લાસ્ટિકને રિસાઈકલ કરવામાં આવી રહ્યું છે. જો તમારે આ વીડિયોની સત્યતા જાણવી હોય તો તેના ઉપરના વોટરમાર્કને જુઓ અને આ કીવર્ડને યુટ્યુબ પર સર્ચ કરો, તમને બધું જ ખબર પડી જશે.

વિડિયો લિંક અહી આપેલી છે…

https://www.instagram.com/reel/Cy23qWxNe7x/?utm_source=ig_web_button_share_sheet

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field