(GNS),31
એપલ કંપની દ્વારા કેટલાક વિપક્ષી નેતાઓના આઇફોન પર એલર્ટ મોકલવામાં આવ્યું છે, જેના પછી દેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓ સરકાર પર ફોન ટેપિંગ અને જાસૂસીનો આરોપ લગાવી રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે ગભરાઈશું નહીં, તમે ઈચ્છો તેટલું ટેપિંગ કરાવી શકો છો. જો તમને મારો ફોન જોઈતો હોય, તો હું તમને તે જાતે આપીશ. પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશની કમાન અત્યારે ત્રણ-ચાર લોકોના હાથમાં છે. તેમણે કહ્યું કે સરકાર હવે વિપક્ષી નેતાઓની જાસૂસી કરી રહી છે. આજે જ એપલ તરફથી એક સૂચના આવી છે કે તમે સરકારના નિશાના પર છો.. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવા માટે તેમની જાસૂસી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની આત્મા ગૌતમ અદાણીમાં છે, પરંતુ અમે આ પોપટને પકડી લીધો છે. રાહુલે કહ્યું કે દેશમાં અદાણી નંબર વન પર છે, પીએમ મોદી નંબર ટુ અને અમિત શાહ ત્રીજા નંબર પર છે. કોંગ્રેસ સતત મોદી સરકાર પર દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહી છે.
કયા નેતાઓને Appleની સૂચના મળી? જે વિષે જણાવીએ, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, કોંગ્રેસના નેતા પવન ખેડા, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર, અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સુચના મળી છે.. આ મામલા પર શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે એપલનો સંદેશ માત્ર વિપક્ષી સાંસદો સુધી કેમ પહોંચ્યો? ભાજપના કોઈ સાંસદ કેમ નથી આવ્યા? અને જો આવી હોય તો તેમને જણાવવું જોઈએ. તેણે કહ્યું કે હું 20 વર્ષથી એપલ ફોનનો ઉપયોગ કરું છું. આ પહેલીવાર છે જ્યારે એપલે આવો મેસેજ મોકલ્યો છે. આ એલર્ટ કોઈ વિપક્ષી નેતા તરફથી નહીં પણ Apple તરફથી આવ્યું છે. આ બહુ ગંભીર બાબત છે. પેગાસસનો મુદ્દો આપણી સમક્ષ છે કે વિપક્ષની સતત માંગણી છતાં સરકારે આજદિન સુધી સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરી નથી. તમને જણાવી દઈએ કે ફોન ટેપિંગને લઈને લાલુ પ્રસાદ યાદવના આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું છે કે આ કોઈ આરોપ નથી. સંદેશ પહેલેથી જ પ્રાપ્ત થયો છે. શું થઇ રહ્યું છે? તેઓ (સરકાર) એ જોવા માંગે છે કે કોણ કોની સાથે વાત કરે છે. અમે સરકાર તરફથી કંઈ સાંભળ્યું નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.