Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી

દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી

39
0

(GNS),30

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમે આજે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય મુલત્વી રાખ્યો હતો, પરંતુ આજે જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમની જામીન અરજી ફગાવી દીધી હતી..

સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને 6 થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સિસોદિયા ત્રણ મહિના પછી ફરી જામીન માટે આવી શકે છે પરંતુ ત્યાં સુધી તેમણે ટ્રાયલ પૂરો કરવો પડશે. ત્યારે આ અંગે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતા કહ્યું છે કે 338 કરોડ રૂપિયાની મની ટ્રેલ સાબિત થઈ છે..

મનીષ સિસોદિયાની ફેબ્રુઆરીમાં ઈડી અને સીબીઆઈ દ્વારા લિકર પોલિસી મામલે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 17 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે CBI અને EDને પૂછ્યું હતું કે સિસોદિયા પર લાગેલા આરોપો પર હજુ સુધી ચર્ચા કેમ શરૂ નથી થઈ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તમે કોઈને આ રીતે જેલમાં ન રાખી શકો..

લિકર પોલિસી કેસમાં, સિસોદિયાને પહેલા CBI અને પછી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેઓ દિલ્હી એક્સાઇઝ વિભાગના પ્રભારી હતા. સિસોદિયા પર ખાનગી કંપનીઓને લાભ આપીને લાંચ લેવાનો આરોપ છે. અગાઉ સીબીઆઈએ એક્સાઈઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે કેસ નોંધ્યો હતો અને સિસોદિયાને મુખ્ય આરોપી બનાવ્યા હતા. બાદમાં ઈડીએ પણ મની લોન્ડરિંગને લઈને કેસ નોંધ્યો હતો..

મનીષ સિસોદિયા પર આરોપ વિષે.. જણાવીએ, મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં ફેબ્રુઆરીથી જેલમાં છે. 17 ઓક્ટોબરે જ્યારે તેની જામીન પર સુનાવણી થઈ ત્યારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ છે. છેલ્લી સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે તેમના વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને તેમને આ કૌભાંડ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં તેને આરોપી બનાવવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેરળ બ્લાસ્ટમાં 3 ના મોત, 70 સીસીટીવી સ્કેન થયા, IED ક્યાંથી મળ્યો તેની તપાસ શરૂ
Next articleશ્રીનગરમાં પોલીસ ઈન્સ્પેક્ટર પર અંધાધૂંધ ફાયરિંગ, ગોળી વાગ્યા બાદ સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા