Home દેશ - NATIONAL આંધ્રપ્રદેશના વિજયનગરમમાં બે ટ્રેન વચ્ચે ટક્કર, 8ના મોત, 20થી વધુ ઘાયલ

આંધ્રપ્રદેશના વિજયનગરમમાં બે ટ્રેન વચ્ચે ટક્કર, 8ના મોત, 20થી વધુ ઘાયલ

34
0

(GNS),30

ટ્રેન અકસ્માતને લગતી જે વિગતો સામે આવી રહી છે તે મુજબ, એક પેસેન્જર ટ્રેન ઊભી હતી તે સમયે પાછળથી બીજી એક પેસેન્જર ટ્રેને આવીને ઊભેલી ટ્રેનને ટ્ક્કર મારી હતી. આ અકસ્માતને પગલે, પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યાં હતા. બે ટ્રેન વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ મુસાફરોના મોત થયા છે. સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર આ ટ્રેન અકસ્માતને કારણે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત અંગે સામે આવી રહેલ વિગત અનુસાર, ઓવરહેડ કેબલ તુટી જવાને કારણે વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન ઊભી રહી હતી. આ સમયે એ જ ટ્રેક પર વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન આવી રહી હતી. જેણે આગળ ઊભેલી વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતને કારણે પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા હતા. પાછળથી આવેલ ટ્રેનની ટક્કરને કારણે એક ડબ્બાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની ગંભીરતાને જોતા જ રેલવે વિભાગના અધિકારીઓ અકસ્માત સ્થળે પહોચી ગયા હતા. અને સમયસર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી..

રેલવે સહીતના અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ અકસ્માત સ્થળે પહોચીને જાનહાનીનો આંકડો વધે નહી તે માટે બચાવ અને રાહત કામગીરીમાં જોતરાઈ ગયા હતા. આંધ્રપ્રદેશના વિજયનગરમમાં બે ટ્રેનો સામસામે અથડાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બે ટ્રેનની ટક્કર બાદ બન્ને ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા છે. અકસ્માતની ઘટનાના પ્રાથમિક અહેવાલ અનુસાર શરુઆતમાં છ મુસાફરોનું મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો કે પાછળથી મૃત્યુંઆક વધીને આઠ થયો હોવાનું સમાચાર સંસ્થા પીટીઆઈએ જણાવ્યું છે. જ્યારે 20થી વધુ લોકોને ઈજા પહોચી હોવાનું કહેવાય છે. અકસ્માતના સમાચાર મળતા જ સંબધિત વિભાગ તેમજ રેલવે વિભાગ સહીતના વિભાગોની રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે. અને બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું છે. અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર, 08532 વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેનને પાછળથી આવતી 08504 વિશાખાપટ્ટનમ-રગડા ટ્રેન વચ્ચે ટક્કર થવા પામી હતી. ડીઆરએમ સૌરભ પ્રસાદ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફને મદદ અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી હતી…

બે પેસેન્જર ટ્રેન વચ્ચે થયેલ અકસ્માતને લઈને રેલવે વિભાગ દ્વારા વિશાખાપટ્ટનમ ખાતે હેલ્પલાઈન સેવા શરુ કરાઈ છે. આ હેલ્પલાઈનના નંબર આ મુજબ છે. જેમાં રેલવે હેલ્પલાઈન નંબર- 83003; 83004; 83005; 83006 – બીએસએનએલનો લેન્ડલાઈન હેલ્પનંબર – 8912746330; 08912744619 – એરટેલનો હેલ્પલાઈન નંબર- 8106053051; 8106053052 – બીએસએનએલનો હેલ્પલાઈન નંબર-8500041670; 8500041671.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૩૧-૧૦-૨૦૨૩)
Next articleકેરળ બ્લાસ્ટમાં 3 ના મોત, 70 સીસીટીવી સ્કેન થયા, IED ક્યાંથી મળ્યો તેની તપાસ શરૂ