Home વ્યાપાર જગત - BUSINESS વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ દ્વારા Q2 અને H1 FY24ના નાણાકીય પરિણામો જાહેર

વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ દ્વારા Q2 અને H1 FY24ના નાણાકીય પરિણામો જાહેર

27
0

(GNS),28

વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ કંપની ભારતના અગ્રણી સ્ટેનલેસ સ્ટીલ પાઈપો અને ટ્યુબ ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક કંપની છે, આ કંપનીના 30મી સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટર અને અર્ધ વાર્ષિકના તેના બિન-ઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ કંપનીએ EBITDA માર્જિન 18%થી વટાવીને રૂ. 191.4 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક મેળવી છે. H1 FY24 માટે, આવક રૂ. 371 કરોડમાં 16.8% ના માર્જિન સાથે 54.6% વર્ષ-દર- વર્ષ વૃદ્ધિ દર્શાવે છે. Q2FY24 માટે સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ અને વેલ્ડેડ પાઈપોની આવકમાં અનુક્રમે 153% અને 1% વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ જોવા મળી. સીમલેસ પાઈપ્સ માટેના જથ્થામાં 100%થી વધુ વૃદ્ધિ જોવા મળી હતી અને વેલ્ડેડ પાઈપ્સે Q2FY24 માટે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ઉચ્ચ ટીનમાં વૃદ્ધિ જોવા મળી હતી. અમારી મજબૂત ઓન-ગ્રાઉન્ડ ટીમ અને ગુણવત્તા પ્રત્યે સતત સમર્પણને કારણે વિનસે નોંધપાત્ર નિકાસ વૃદ્ધિ કરી છે..

Q2FY24 માટે નિકાસ કુલ આવકના ~15% છે જે Q2FY23 માટે રૂ.1.6 કરોડની સામે રૂ.28.5 કરોડ છે. અમે H1FY24 માટે રૂ. 6.5 કરોડની કામગીરીમાંથી સકારાત્મક નેટ કેશફ્લો નોંધ્યો. સીમલેસ પાઈપોના વધારાના 400 MTPM ઉમેરવાનું આયોજિત મૂડીખર્ચ આયોજનમાં છે અને Q4FY24 સુધીમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.. વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર, અરુણ કોઠારીએ જણાવ્યું હતું કે,“ 51% વર્ષ-દર-વર્ષ અને EBITDA 124.5વર્ષ-દર-વર્ષ ના દરે વધીને રૂ. 191.4 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ આવક સાથે મજબૂત નાણાકીય કામગીરી નોંધાવી છે અને આ કામગીરીથી આનંદ અનુભવીએ છીએ, જ્યારે FY24 Q2 માટે EBIDTA માર્જિન 18.2% હતું. H1 FY24 માટે આવક રૂ. 371 કરોડ હતી જે 54.6% વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ સાથે EBITDA માર્જિન 16.8% રહી હતી..

ક્વાર્ટર દરમિયાન, અમે નિકાસના મોરચે નક્કર વૃદ્ધિ જોઈ, આવકના 15% મોટાભાગે સીમલેસ પાઈપોના અમારા બેકવર્ડ ઇન્ટિગ્રેશનને કારણે છે જેના પરિણામે મુખ્યત્વે યુરોપિયન બજારોમાં અમારા ઉત્પાદનોની સ્વીકૃતિ વધી છે. અમે આ ગતિને આગળ વધારવા માટે આશાવાદી છીએ અને નિકાસમાં અમારા હિસ્સાના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીએ છીએ.. વધુમાં, સીમલેસ પાઈપો અને મધર હોલો પાઈપો પર ADD લાદવાથી અમને ઘણો ફાયદો થયો છે. કારણ કે, સ્ટેનલેસ સ્ટીલ સીમલેસ પાઈપોમાં બેકવર્ડ ઇન્ટિગ્રેશન ધરાવતા ઘણા ઓછા ખેલાડીઓમાં વિનસ સ્થઆન ધરાવે છે. વેલ્ડેડ પાઈપોમાં પણ માંગમાં વધારા સાથે મજબૂત વોલ્યુમ વૃદ્ધિ જોવા મળી હતી. ઐતિહાસિક રીતે, H2 વર્ષનો અડધો ભાગ મજબૂત રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી
Next articleએનિમલ સોન્ગ સતરંગા સોન્ગ રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી