Home દુનિયા - WORLD દેશ છોડવાની ના પાડી એટલે જેલમાં મારો જીવ લેવાનો બીજો પ્રયાસ કરી...

દેશ છોડવાની ના પાડી એટલે જેલમાં મારો જીવ લેવાનો બીજો પ્રયાસ કરી શકે : ઈમરાન ખાન

44
0

પાકિસ્તાનમાં નવાઝ શરીફની એન્ટ્રી બાદ રાજકારણ ગરમાયું છે. દેશના પૂર્વ પીએમ ઈમરાન ખાને શુક્રવારે આશંકા વ્યક્ત કરી હતી કે જેલમાં તેમને સ્લો પોઈઝન આપીને તેમના મોત આપવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવી શકે છે. ઈમરાને કહ્યું કે તેની સાથે આવું થઈ શકે છે કારણ કે તેણે દેશ છોડવાની ના પાડી દીધી છે..

ઇમરાન ખાનના પરિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પૂર્વ PMને ટાંકીને કહ્યું છે કે, હું મારો દેશ છોડવા માટે સંમત થઈશ નહીં, તેથી તેઓ જેલમાં મારો જીવ લેવાનો બીજો પ્રયાસ કરી શકે છે. સ્લો પોઈઝન આપીને પણ આ પ્રકારનો પ્રયાસ કરી શકાય છે. ઈમરાન ખાન હાલમાં ગોપનીય રાજદ્વારી દસ્તાવેજ લીક કેસમાં અદિયાલા જેલમાં બંધ છે..

PTI ચીફે કહ્યું છે કે તેઓ આ સમયે સંપૂર્ણ સ્વસ્થ છે. નબળાઈને કારણે તેના શરીરમાં કોઈ ફેરફાર થશે તો હું અનુભવીશ. તેમણે કહ્યું કે મારો જીવ લેવાના બે વખત જાહેરમાં પ્રયાસ થઈ ચૂક્યા છે. ઈમરાન ખાને આ દાવો એવા સમયે કર્યો છે, જ્યારે પાકિસ્તાનની એક અદાલતે રાજદ્વારી દસ્તાવેજોના મામલામાં તેમની જામીન અરજી અને FIR રદ કરવાની વિનંતીને ફગાવી દીધી છે..

ઈમરાન ખાને પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. તેણે કહ્યું છે કે તેમની સામેના તમામ કેસ રાજકીય રીતે પ્રેરિત અને બનાવટી છે. તેમનું કહેવું છે કે ચૂંટણી સુધી તેમને જેલમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે સોમવારે PTI ચીફ અને તેના નજીકના સાથી શાહ મહમૂદ કુરેશીને એક કેસમાં દોષિત ઠેરવ્યા છે..

ઈમરાન ખાને રાષ્ટ્રને આપેલા સંદેશમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આપણે પોતાની આંખોથી કાયદો મજાક બનતો જોયો છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે લંડનના કોઈ પ્લાનનું પરિણામ નથી, પરંતુ એક કાયર ભાગેડુ અને ભ્રષ્ટ ગુનેગાર અને તેના મદદગારો વચ્ચેની લંડન ડીલનું પરિણામ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆયોવાની સ્કૂલમાં વિજ્ઞાન પ્રયોગ દરમિયાન વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓ દાઝી જતા હોસ્પિટલ ખસેડયા
Next articleલિફ્ટ આપવાના બહાને લોકોને રસ્તે રોકીને લૂંટી લેતા… 4 શખ્શોને નોઈડા પોલીસે પકડ્યા