Home ગુજરાત અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ″વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચ″નો શુભારંભ...

અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ″વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચ″નો શુભારંભ કરાયો

39
0

(G.N.S) dt. 27

ભરૂચ

ગુજરાત: વિકસીત ભારત @ ૨૦૪૭ તરફ અગ્રેસર, વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચ

પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતી:-
૦ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમીટનાં રોપેલા બીજ
અત્યારે વટવૃક્ષ બનીને તેની ડાળીએ છેક જિલ્લાઓ સુધી પહોંચ્યા છે.
૦ ભરૂચ જિલ્લામાં કુલ ૧૮,૦૮૬ કરોડ જેટલી માતબર રકમના ૨૫૦ જેટલા MOU સાઈન થયા

વિવિધ ક્ષેત્રોમાં કુલ ૩૯, ૭૧૪ લોકોને પ્રત્યક્ષ રોજગારી ઉપલબ્ધ થશે

સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૦૩ થી પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે જિલ્લા કક્ષાએ પણ ઉજવણી કરવાનું રાજ્ય સરકારે આ વર્ષે નવતર પહેલ કરી છે.

  આ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ભરૂચનો શુભારંભ રીબીન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકયું હતું.

 આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીના કાર્યકાળમાં બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમીટનાં રોપેલા બીજ અત્યારે વટવૃક્ષ બન્યું છે. પહેલા દેશ આર્થીક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ૧૪માં ક્રમાંકે હતું પરંતુ જયારે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ  કાર્યભાળ સંભાળતા અત્યારે દેશ પાંચમાં ક્રમાંકે હરણફાળ ભરી છે.આ પ્રકારની વિકાસની ગતીને જોતા દેશ વર્ષ ૨૦૪૭માં વિશ્વગુરૂ તરીકે ઉભરી આવશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક  ઉમેર્યું હતું 

  વધુમાં તેમણે ઉમેરતાં કહ્યું કે, મૃદુ છતાં  મક્કમ એવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વટવૃક્ષની ડાળીઓ સમાન વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સમીટ સમગ્ર રાજ્યમાં ફેલાઈ તેવો નિર્ધાર કર્યો છે.રાજ્યમાં સૌથી વધુ ઔધોગીક એકમો ધરાવતા જિલ્લા તરીકે નામના મેળવતા ભરૂચ જિલ્લાને પણ આ સમીટનો સૌથી વધુ લાભ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેમ મંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું.

 વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ સમીટ થકી ભરૂચ જિલ્લાને ઔધાગિક ક્ષેત્રે વધું પ્રગતિ કરશે તેમ ભારપૂર્વક જણાવતાં કહ્યું કે, વર્ષ ૨૦૪૭ના વિકસીત ભરૂચનો પાયો આજના કાર્યક્રમ દ્વારા નંખાયો છે. વિવિધ ક્ષેત્રે થયેલા MOU મુજબ ભરૂચ જિલ્લામાં કુલ ૧૮,૦૮૬ કરોડ જેટલી માતબર રકમના ૨૫૦ જેટલા  MOU સાઈન થયા છે. જેના થકી  વિવિધ ક્ષેત્રોમાં કુલ ૩૯, ૭૧૪ લોકોને રોજગારી મળશે તેમ તેમણે દ્રઢ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.

   વધુમાં તેમણે વાયબ્રન્ટ ગુજરાત – વાઈબ્રન્ટ ભરૂચ સમીટ એ ઘણા ઉદ્યોગો તેમજ રોજગારી અને મૂડીરોકાણની ઉત્તમ તક  સારૂ પ્લેટફોર્મ પૂરી પાડીને જિલ્લાના યુવાધનને સુવર્ણ અવસર ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવશે તેવી તેમણે નેમ વ્યક્ત કરી હતી.

આ પસંગે જિલ્લાના સાસંદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્યમાં  ઉત્તમ કાયદા અને વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીને વાઈબ્રન્ટ ગુજરાત- વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ  બિઝનેસ સમીટને આકાર આપી શકાય છે. ઔધાગિક એકમોને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડીને સમગ્ર દેશમાં ગુજરાત રોકાણ માટેનું હબ રાજ્ય સાબિત થઈ રહ્યું છે. જેના કારણે દેશમાં સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્યની નામના મેળવી છે.તેમ તેમણે જણાવ્યું હતું.

આ વેળાએ જંબુસર-આમોદના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીએ પણ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, જિલ્લામાં આવતા નવા મંજૂર થયેલા ઔધાગિક એકમોમાં રોકાણ કરીને જિલ્લાના યુવાધનને ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તે માટે ઉધોગકારોને આ અવસરે અભિનંદન પાઠવીને આવકાર્યા હતા.

આ પ્રસંગે કલેકટર શ્રી તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચનમાં વાઈબ્રન્ટ ગુજરાત- વાઈબન્ટ ડીસ્ટ્રીક્ટની થીમ અંતર્ગત રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રગતિ હેઠળનાં વિવિધ પ્રોજેક્ટો આગામી સમયમાં પૂર્ણ થતાં  ઔધોગીક વિકાસના નવા દ્નાર ખોલશે. વાઈબ્રન્ટ ગુજરાત- વાઈબન્ટ ડીસ્ટ્રીક્ટ થકી ભરૂચ આગળ વધી રહ્યું છે. પહેલા કહેવાતું હતું કે, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ, હવે આગળ વધીને ભર્યું- ભર્યું ભરૂચ હવે વધુ એક કદમ આગળ વધી ભવ્યાતિ ભવ્ય ભરૂચ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

 આ પ્રસંગે, પૂરની પરિસ્થિતિમાં સહાય આપનાર તમામ જિલ્લાની સ્વૈછિંક સંસ્થાઓમાં, તમામ ઈન્ડ્રસ્ટીંઝ એશોસિયેશનો જિલ્લા વહિવટી તંત્રએ આભાર માન્યો હતો.  ભરૂચ જિલ્લામાં બેન્કેબલ યોજનાઓનો લાભ આપવામાં અગ્રીમ ભાગ ભજવેલી વિવિધ બેંકોના પ્રતિનિધિઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનીત કરાયા હતા. 

    કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયા બાદ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય વિધી બાદ પુષ્પગુચ્છ અને ભરૂચની ઓળખ સુઝનીનો ખેસ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.અંતમાં આભારવિધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી  જે.જે. દવે કરી હતી.

 સરકાર હવે વન ડીસ્ટ્રીક વન પ્રોડક્ટ્રને પ્રમોટ કરી રહી છે ત્યારે ભરૂચની સુજની રાજ્ય લેવલે આગળ વધી રહી છે. એક્ઝીબિશન સ્ટોલ, આંત્રપ્રિન્યોરશિપ માટે લોન ક્યાંથી કેવી રીતે મળશે એ માટે પણ એકઝીબિશન સ્ટોલ ઉભાં કરાઈને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

 આ વેળાએ કાર્યક્રમ બાદ બી ટુ બી મીટિંગ, સેમિનાર -૧ બી એન એંજલ ઈન્વેસ્ટર, સેમિનાર-૨ ઈન્ડ્રસ્ટ્રી ૪.૦, સેમિનાર -૩ સર્ટાટઅપ એસ ઈન્વેસ્ટમેન્ટ એસેટ, સેમિનાર-૪ એક્સપોર્ટ ડોક્યુમેનટેશન યોજાયા હતા તથા આવતીકાલે પણ એકિઝબિશન યોજાશે.  

   આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી, લધુ ઉદ્યોગ ભારતીના પ્રમુખશ્રી બલદેવભાઈ પ્રજાપતિ, ઝઘડિયા-અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેશનના પ્રમુખશ્રી સર્વ શ્રી અશોક પંજવાણી,શ્રી જશુભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી, નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાધલ,  ઉદ્યોગ સાહસિકો, ઉદ્યોગ સાહસિકો સહિત જિલ્લાની અમલીકરણ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ અને ઔધોગિક એકમોના વિવિધ  એશોશિયેશનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસચિવાલય આંતર વિભાગીય વકતૃત્વ સ્પર્ધા સંપન્ન : ‘સેટ સ્પીચ’માં કિંજલ સાંગાણી અને ‘હેટ સ્પીચ’માં સચીન જોષી પ્રથમ ક્રમે
Next articleએકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૩ને અનુલક્ષીને “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ વેગવાન બની