Home દુનિયા - WORLD 23 વર્ષનો વ્યક્તિ 10 કલાક સુધી ઘરેણાં રાખવા માટેની તિજોરીમાં બંધ રહ્યો

23 વર્ષનો વ્યક્તિ 10 કલાક સુધી ઘરેણાં રાખવા માટેની તિજોરીમાં બંધ રહ્યો

35
0

(GNS),27

ન્યુયોર્ક મીડિયાના એક અહેવાલ અનુસાર ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે યુવાન રાત્રે વર્લ્ડ ડાયમંડ ટાવરના બેઝમેન્ટ તિજોરીની અંદર તેના લોક બોક્સમાં ગયો હતો, જ્યારે અચાનક તિજોરીનો દરવાજો બંધ થઈ ગયો. આ તિજોરી એક રૂમ જેટલી હતી, જેમાં વ્યક્તિ કેટલાય કલાકો સુધી ફસાયેલો રહ્યો. બચાવકર્મીઓને તેને બહાર કાઢવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ ગયા હતા..

ન્યુયોર્કની 580 ફિફ્થ એવન્યુ ખાતે આવેલી ઇમારત વર્લ્ડ ડાયમંડ ટાવર તરીકે ઓળખાય છે, આ વિસ્તારમાં જ્વેલરીની ઘણી દુકાનો છે અને જ્વેલરીનો વેપાર મોટા પાયે થાય છે. તેમણે અહેવાલ આપ્યો કે તેમની ટીમે તિજોરીની 30-ઇંચ (76 સે.મી.) સ્ટીલની કોંક્રિટની દિવાલોને તોડવા માટે સક્ષમ સાધનોના ઘણા ટુકડાઓનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે હજુ પણ અસફળ રહ્યા હતા..

જ્યારે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે બચાવકર્મીઓએ ગેટ ખોલવ સમયની રાહ જોવાનું નક્કી કર્યું કારણ કે તિજોરીની અંદર ઓક્સિજન સમાપ્ત થવાનો કોઈ ભય નહોતો. આ વાતની પુષ્ટિ સેફમાં લાગેલા કેમેરા અને ફોન દ્વારા કરવામાં આવી હતી. આ પછી સવારે 6:15 વાગ્યે નિર્ધારિત સમયે તાળું ખુલતાં આખરે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઘરે મોકલતા પહેલા સ્થળ પર વ્યક્તિના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઋષિ સુનકે બ્રિટિશ વડાપ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું
Next articleપાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓનો આર્મી ચેક પોસ્ટ પર હુમલો, 3 સૈનિક ઘાયલ