Home રમત-ગમત Sports ભારતીય ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર, ઓલરાઉન્ડર ખેલાડી નહીં રમી શકે મેચ

ભારતીય ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર, ઓલરાઉન્ડર ખેલાડી નહીં રમી શકે મેચ

58
0

(GNS),25

આ રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ છે જે ભારતની છઠ્ઠી મેચ રહેશે અને ગત ચેમ્પિયન ટીમ સામેની વર્લ્ડ કપ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યાની પગની ઘૂંટીની ઈજા ઠીક થઈ નથી અને તે વર્લ્ડ કપની આગામી બે મેચમાં રમી શકશે નહીં. આનો અર્થ એ છે કે પંડ્યા રવિવારે ઇંગ્લેન્ડ અને ત્યારબાદ શ્રીલંકા સામેની મેચમાં ટીમનો ભાગ નહીં હોય. ભારતીય ઓલરાઉન્ડર 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને પછી નેધરલેન્ડ સામેના વિશ્વ કપની છેલ્લી બે લીગ મેચો માટે જ ઉપલબ્ધ રહેશે..

ભારતીય ટીમ મેનેજમેન્ટ પંડ્યાની વાપસી માટે ઉતાવળ કરવા માંગતું નથી. ટીમને આશા છે કે તે છેલ્લી બે લીગ મેચો માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં જીતવા માટે પ્રબળ દાવેદાર છે. તેથી ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડયા સેમિફાઇનલ માટે સંપૂર્ણ રીતે ફિટ હોય એવું ઇચ્છે છે. એક અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યાએ ગયા અઠવાડિયે પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ ત્યારથી તેણે બોલિંગ શરૂ કરી નથી. મેડિકલ ટીમ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેના સ્વસ્થ થવા માટે હજુ થોડા દિવસો રાહ જોશે. તે મુંબઈ અથવા કોલકાતામાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા છે..

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. લિટન દાસની ડ્રાઇવને પગ વડે રોકવાનો પ્રયાસ કરતી વખતે તેને પગની ઘૂંટીમાં ઇજા થઇ હતી. આ પછી તે લંગડાતો હતો. તે ખૂબ જ પીડામાં હતો. ફિઝિયોએ તેના પગની ઘૂંટી પર પાટો પણ બાંધ્યો હતો. આમ છતાં તે બોલિંગ કરી શક્યો નહોતો અને તેની ઓવરના બાકીના બોલ વિરાટ કોહલીએ ફેંક્યા હતા. હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમ્યો નહોતો અને તેને સારવાર માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ઈંગ્લેન્ડના નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી. શરૂઆતમાં એવી ધારણા હતી કે પંડ્યા 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની મેચ માટે ફિટ થઈ જશે, પરંતુ ટેસ્ટ અને સ્કેન પછી સ્થિતિ બદલાઈ ગઈ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે બોર્ડનાં માણસોને ચોખ્ખે-ચોખ્ખું સંભળાવી દીધું.. “પોતાના માણસોને ગોઠવી દીધા, થોડુંક દેશનું તો વિચારો!..”
Next articleગુજરાત સરકારે અગ્રણી યુરોપિયન કંપની સ્ટારલિંગર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા