Home મનોરંજન - Entertainment અફઘાની ભાઈજાનએ ભારતીય ટીમને વર્લ્ડની નંબર વન ટીમ કહી

અફઘાની ભાઈજાનએ ભારતીય ટીમને વર્લ્ડની નંબર વન ટીમ કહી

45
0

(GNS),25

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વીડિયો વાયરલ થાય છે જેના કારણે લોકો રાતોરાત સ્ટાર બની જાય છે. આવી જ એક યુટ્યુબ ચેનલનું નામ અફઘાની ભાઈજાન (Afghan Bhaijaan) છે. તેના વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં અફઘાન ભાઈઓ પાકિસ્તાનની આકરી ટીકા કરી રહ્યા છે. આ વીડિયોમાં તે પોતાની વાત પાકિસ્તાન સાથે જોડતો અને સાબિત કરતો જોવા મળી રહ્યો છે. આ અફઘાન ભાઈ અફઘાનિસ્તાનના પઠાનનો રહેવાસી છે અને ભારતના દુશ્મનનો દુશ્મન છે. તે ભારતના સપોર્ટમાં બોલતો જોવા મળે છે, જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ બોલતો જોવા મળે છે. આટલા માટે ભારતીય ચાહકો તેને પોતાનો ફેન્ડ માને છે. રવિવારના રોજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વર્લ્ડકપ મેચ રમાય હતી. આ મેચમાં અફઘાનિસ્તાને પૂર્વ ચેમ્પિયન પાકિસ્તાનને હાર આપી હતી. જેની ખુબ ચર્ચા થઈ રહી છે. આ મોટો અપસેટ લોકો વરસો સુધી યાદ રાખશે. ત્યારે અફઘાન ભાઈએ પાકિસ્તાનને ભીખારી કહી રહ્યા છે. બોલિગ કે બેટિગ કોઈને આવડતી નથી. તેમણ કહ્યું અફઘાનિસ્તાનની સામે પાપડ આઝમ ચાલ્યો નહિ, ભારતના ખુબ વાખણ કરી રહ્યો છો જુઓ વીડિયો તેણે કહ્યું કે, ભારત અને અફઘાનિસ્તાન એક જ દેશ છે તેવું લાગી રહ્યું છે…

અનેક વખત ભારતના સપોર્ટમાં પાકિસ્તાનને બોલ્યો છેતેમજ પાકિસ્તાનને સલાહ પણ આપી ચૂક્યો છે કે, ભારત સામે આંખ ઉંચી ન કરો. અફઘાન ભાઈ કાંઈ આમજ ભારતનો ચાહક નથી બન્યો. ભારતની સાથે અફઘાનિસ્તાનીઓની ભાવના જોડાયેલી છે. થોડા દિવસો પહેલા જ એવી અફવા હતી કે અફઘાન ભાઈનું મૃત્યું થઈ ચૂક્યું છે. આ તેનો છેલ્લો વીડિયો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તેમનું મૃત્યું થયું નથી પરંતુ આવી અફવા સોશિયલ મીડિયા પર શરુ થઈ હતી. જેનો ખુલ્લાસો અફઘાન ભાઈએ થોડા મહિના પહેલા શેર કર્યો હતો અને કહ્યું કે, હું બિમાર છું. તેમણે પાકિસ્તાન ખેલાડીઓ વિશે મજાક પણ કરી હતી કે, હું આઈપીએલ જોવ છું પરંતુ પાકિસ્તાનના ખેલાડીઓ જોવા મળ્યા નથી. પાકિસ્તાન ખેલાડીઓ વિશે ટિકાકરી હતી.આ વર્લ્ડ કપમાં આ ત્રીજો અપસેટ છે, જેમાં અફઘાનિસ્તાને બીજી વખત આ કારનામું કર્યું છે. આ પહેલા અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ચોંકાવી દીધું હતું. ત્યાર બાદ નેધરલેન્ડે પણ દક્ષિણ આફ્રિકાને ચોંકાવી દીધું હતું. હવે અફઘાનિસ્તાને ફરી એકવાર અજાયબી કરી બતાવી છે. વર્લ્ડ કપ 2023માં આ તેની બીજી જીત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનએફડીસી ઇન્ડિયાએ ફિલ્મ બઝાર 2023માં સહ-નિર્માણ બજાર ફીચર લંબાઈના પ્રોજેક્ટ્સ માટે તેની પસંદગીની જાહેરાત કરી
Next articleપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે બોર્ડનાં માણસોને ચોખ્ખે-ચોખ્ખું સંભળાવી દીધું.. “પોતાના માણસોને ગોઠવી દીધા, થોડુંક દેશનું તો વિચારો!..”