Home દુનિયા - WORLD કેનેડાના ઓન્ટારિયો શહેરમાં ગોળીબારની ઘટના, 3 બાળક સહિત 5 ના મોત

કેનેડાના ઓન્ટારિયો શહેરમાં ગોળીબારની ઘટના, 3 બાળક સહિત 5 ના મોત

26
0

(GNS),25

કેનેડામાં મોડી રાતે ફાયરિંગની ઘટના સામે આવી છે કે જેમાં 3 બાળક સહિત પાંચ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. કેનેડાના ઉત્તર ઓન્ટોરિયોની આ ઘટના છે કે જ્યાંસ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવેલા રિપોર્ટ મુજબ બે મકાનમાંથી લાશ મળી આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા આ અંગેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. માડિયા રિપોર્ટના આધારે પ્રાપ્ત માહિત મુજબ જે સમયે ફાયરિંગની ઘટના ઘચી તે બાદ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન આવ્યો હતો કે ટેન્ક્રેડ સ્ટ્રીટમાં ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ મોતને ભેટ્યો છે. ત્યારબાદ બીજી વ્યક્તિ પણ ફાયરિંગની ઘટનામા ઘવાયેલી હાલતમાં જોવા મળ્યો હોવાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થયા બાદ તપાસ માટે પોહચેલી ટીમને અનુક્રમે 6 અને 12 વર્ષના છોકરાની ડેડબોડી મળી આવી હતી. આ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું હતું જેને લઈ સ્થાનિક વિસ્તારમાં ગભરાટનું મોજુ ફેલાઈ ગયું હતું. પોલીસને એક 44 વર્ષિય વ્યક્તિની લાથ પણ મળી આવી હતી કે જે એમ લાગતું હતું કે તેણે પોતાને જ ગોળી મારી હશે…

પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે આ પરસ્પરના ઝગડાને લઈ થયેલી હિંસાનું પરિણામ હોઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે આપણા લોકો બિનજરૂરી રીતે જીવન ગુમાવવાની ઘટનાનો સામનો કરી રહ્યા છે. સોલ્ટ સ્ટે. મેરી પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ઘટનાના પગલે પરિવાર, મિત્રો તેમજ પડોશના લોકોમા ફેલાયેલા દુ:ખનો અમે અનુભવ કરી રહ્યા છે. અમારી સહાનુભૂતિ આ તમામ લોકો સાથે છે. પોલીસે જણાવ્યું કે આ ઘટનાના પગલે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ એક શોકિંગ ઘટના છે. જે લોકો પણ ડિપ્રેશનનો અનુભવ કરી રહ્યા હોય કે પછી માનસિક રીતે તકલીફનો સામનો કરી રહ્યા હોય તે લોકો મેન્ટલ હેલ્થ સેન્ટરનો સંપર્ક કરીને મદદ મેળવી શકે છે. મળતી માહિતિ અનુસાર ગયા મહિને જ એક ફાયરિંગની ઘટના લગ્નના રિસેપ્શનમાં સામે આવી હતી કે જેમાં બે લોકો મોતને ભેટ્યા હતા અને 6 જેટલા ઘાયલ પણ થયા હતા. ભોગ બનનારાઓ ઓટાવા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક હંટ ક્લબ રોડ નજીક ગિબફોર્ડ ડ્રાઇવના 2900 બ્લોક પરના ઇન્ફિનિટી કન્વેન્શન સેન્ટરમાં રિસેપ્શનમાં ભાગ લઈ રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈઝરાયેલની ગાઝા પર ફરી એરસ્ટ્રાઈક, 700 લોકોના મોત
Next articleઆયોવામાં જીવલેણ બર્ડ ફ્લૂના નવા કેસ નોંધાયા