Home દુનિયા - WORLD ચીને LAC ઉપર બંકર પાસે બોર્ડર રેજિમેન્ટ તૈનાત કરી!

ચીને LAC ઉપર બંકર પાસે બોર્ડર રેજિમેન્ટ તૈનાત કરી!

25
0

(GNS),23

ચીન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતના સૈન્ય જવાનો સાથેની ચીનના પીએલએ સૈન્ય જવાનોની હિંસક અથડામણ બાદ, ચીને ત્યાં મોટા પાયે સૈનિકો ખડકી દીધા છે. એક તરફ ચીન શાંતિ વાર્તા કરતુ રહે છે તો બીજી તરફ સરહદી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ ઝડપથી વિકસાવી રહ્યું છે.. પેન્ટાગોનના એક રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય દ્વારા અમેરિકી કોંગ્રેસમાં રજૂ કરાયેલા વાર્ષિક અહેવાલમાં ભારત-ચીન સરહદી વિવાદ અંગે કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં ચીને એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા હતા અને 2023માં પણ સ્થિતિ લગભગ આવી જ રહેવાની સંભાવના છે..

પેન્ટાગોનના આ અહેવાલમાં જણાવ્યાં અનુસાર ચીને LACના પશ્ચિમી સેક્ટરમાં બોર્ડર રેજિમેન્ટ તહેનાત કરી છે. સરહદે ખડકી દેવાયેલ બોર્ડર રેજિમેન્ટની અન્ય પ્રકારની મદદ માટે ચીને શિનજિયાંગ અને તિબેટ મિલિટરી ડિવિઝનની બે ટુકડીઓ પણ તહેનાત કરી છે. આ ઉપરાંત ચાર સંયુક્ત આર્મ્સ બ્રિગેડ (CAB) પણ અનામત રાખી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીને, ઓછામાં ઓછા ત્રણ હળવા અને મધ્યમ શ્રેણીની સંયુક્ત શસ્ત્ર બ્રિગેડને પૂર્વીય ક્ષેત્રમાં પણ તૈનાત કરવામાં આવી છે.. મળતી માહિતી મુજબ ચીનની એક બોર્ડર રેજિમેન્ટમાં ઓછામાં ઓછા 4500 સૈનિકો સામેલ હોય છે. આ સાથે આ રેજિમેન્ટમાં આધુનિક ટેન્ક, હેલિકોપ્ટર, પર્વતીય વિસ્તારમાં પેટ્રોલિંગ માટે વિશેષ વાહનો અને મોટી સંખ્યામાં દારૂગોળોથી સજ્જ હોય છે. બોર્ડર રેજિમેન્ટને તમામ પ્રકારના વિષમ હવામાનની પરિસ્થિતિઓમાં કામગીરી કરવામાં પારંગત માનવામાં આવે છે..

પેન્ટાગોનના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2020માં લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલી અથડામણ બાદ, ચીને પોતાની સ્પેશિયલ ઓપરેશન ફોર્સ અહીં તૈનાત કરી રાખી છે. આ દળ તિબેટ લશ્કરી ક્ષેત્રનું છે. રિપોર્ટ અનુસાર ચીને ડોકલામ પાસે નવા રસ્તાઓ તેમજ બંકરો પણ બનાવ્યા છે. જ્યારે પેંગોંગ તળાવના વિસ્તારમાં બીજો પુલ પણ તૈયાર કરવામાં આવ્યો છે..

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય જવાનો વચ્ચે થયેલા સંઘર્ષને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ભારત અને ચીન વચ્ચે સરહદે તણાવની સ્થિતિ સર્જાયેલ છે. જો કે બંને પક્ષોએ તણાવ ઓછો કરવા માટે સૈન્યસ્તરની વાતચીત ચાલુ રાખી છે. અત્યાર સુધી, રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટોના ઘણા રાઉન્ડ પછી, પૂર્વ લદ્દાખના ઘણા વિસ્તારોમાં સૈન્ય પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી..

એલએસી ખાતે ચીનની કાર્યવાહીથી સંપૂર્ણપણે વાકેફ ભારતે પણ LAC પર તૈયારીઓને વધુ મજબૂત કરી રહ્યું છે. ભારતે ચીનની સરહદ સાથે જોડાયેલા વિસ્તારમાં રોડ, વીજળી, પાણી સહીતની માળખાગત સુવિધા વધારી છે.. તો બીજી બાજૂ ભારતીય સેના એલએસી પર પોતાની લડાયક ક્ષમતા વધારવા પર ભાર આપી રહી છે. સેનાએ છ ઝડપી પેટ્રોલિંગ બોટ, આઠ લેન્ડિંગ ક્રાફ્ટ એસોલ્ટ (LCA) અને 118 ઈન્ટિગ્રેટેડ સર્વેલન્સ સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવ વગેરેમાં દેખરેખ માટે ફાસ્ટ પેટ્રોલિંગ બોટ ખરીદવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેનેડાના 41 રાજદ્વારીઓને ભારતે કેમ હાંકી કાઢ્યાંનું વિદેશમંત્રીએ જણાવ્યું કારણ
Next articleCM યોગી આદિત્યનાથે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની કરી મુલાકાત