Home મનોરંજન - Entertainment ગણપત ફિલ્મ વિષે લોકોએ કહ્યું કે “ફિલ્મમાં એક્શન તો ભરપુર છે પણ…”

ગણપત ફિલ્મ વિષે લોકોએ કહ્યું કે “ફિલ્મમાં એક્શન તો ભરપુર છે પણ…”

39
0

(GNS),22

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની મુવી ગણપત રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મની શરૂઆત દલપતિ (અમિતાભ બચ્ચન)ના વૉઇસ ઓવરથી થાય છે. જે આપણને કહે છે કે કેવી રીતે ભીષણ યુદ્ધને કારણે દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ – એક સમૃદ્ધ અને શક્તિશાળી, એક વૈભવી, ઉચ્ચ ટેકનિકવાળી બિલ્ડિંગ, એક સિલ્વર સિટી જેમાં દાલિની શાસન કરે છે. પોતાના લોકોને તૂટેલા જોઈને દલપતિ તેમને તેમના ગુસ્સાને યોગ્ય દિશામાં લઈ જવા અને તેને યુદ્ધના મેદાનમાં ઉતારવાનું કહે છે. જેથી દરેક એક થઈ જાય..

ગુડ્ડુ (ટાઈગર શ્રોફ) એટલે કે હીરોની એન્ટ્રી થાય છે અને તેની એન્ટ્રી એકદમ અલગ છે. ગુડ્ડુ તેના પલંગ પર જાગે છે જ્યાં તેની સાથે 4 મહિલાઓ છે, 6 ફ્લોર પર અને એક બાથટબમાં છે. ફિલ્મમાં મુશ્કેલી ત્યારે ઊભી થાય છે, જ્યારે ગુડ્ડુ તેની ગર્લફ્રેન્ડ એલી અવરામ સાથે પકડાય છે અને બંનેને જીવતા દફનાવી દેવામાં આવે છે. પરંતુ એક ચમત્કાર થાય છે અને ગુડ્ડુ પાછો આવે છે અને તે બીજી દુનિયામાં જાય છે અને શિવ (રશીન રહેમાન)ને કહે છે કે ‘ગણપત આલા’. તે પછી શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે..

રાઈટર અને ડાયરેક્ટર વિકાસ બહલની આ ફિલ્મમાં ફાઈટીંગ સીન વધારે જોવા મળશે અને ડાન્સ નંબર પણ વધારે છે. ફિલ્મની સ્ક્રીન પ્લે નબળી છે. એવા ઓછાં દ્રશ્યો છે જે તમારા માટે સરપ્રાઈઝ હોય. ગણપથ અમીર અને ગરીબ વચ્ચેના વિભાજનનું નિરૂપણ કરીને નિવેદન આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ ફિલ્મ જે રીતે જોવાની હતી તે રીતે આગળ વધી શકતી નથી. ઈન્ટરવલ પહેલા ફિલ્મ હજુ પણ જોનારા લોકને ઝકડી રાખે છે પરંતુ ઈન્ટરવલ પછી માત્ર લડાઈના દ્રશ્યો જ જોવા મળે છે, સ્ટોરી જોવા મળતી નથી. આ વાર્તા સરળતાથી સમજી નથી શકતા..

ફિલ્મમાં ટાઈગર અદ્ભુત એક્શન સીન્સ અને ડાન્સ મૂવ્સ કરતો જોવા મળે છે. પરંતુ તેમનામાં એક્ટિંગ જોવા મળતી નથી. કૃતિ સેનન એક્શન કરતી વખતે અદ્ભુત દેખા છે. ટાઇગર અને કૃતિ વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી રહે છે. અમિતાભ બચ્ચનનો કેમિયો ઘણો પાવરફુલ લાગ્યો છે. એવું લાગતું હતું કે બિગ બીને સ્ટોરીમાં વધારે વખત જોવા મળત તો મજા આવે. રહેમાનનું પાત્ર એકદમ શાંત હતું. પેલેસ્ટિનિયન અભિનેતા બકરી એક મૂંગા પાત્ર ભજવે છે. જો તમને એક્શન મુવી ગમતી હોય તો તમારે આ ફિલ્મ ગણપત જોવી જોઈએ. એક્શન મુવ્સમાં એક નંબર છે. પણ જો તમારે સ્ટોરી જોઈતી હોય તો તમને આ ફિલ્મની મજા નહીં આવે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅભિનેત્રી કાજોલનો પગ સ્લીપ થાય બાદ પડતા-પડતાં બચી જતાનો વિડિયો વાયરલ
Next articleબોલીવુડ એક્ટર દલીપ તાહિલને ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં 2 મહિનાની જેલની સજા થઇ