(GNS),21
ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ગણપત 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ટાઈગરની સાથે ક્રિતિ સેનન અને અમિતાભ બચ્ચન પણ તેમાં લીડ રોલ કરી રહ્યા છે. ટાઈગરની આ બિગ બજેટ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા સિંઘમ અગેઈનમાં તેના સમાવેશની જાહેરાત થઈ છે. સિંઘમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં ટાઈગર શ્રોફને એસીપી સત્યાનો રોલ અપાયો છે. ગણપતની રિલીઝ પૂર્વે નવા પ્રોજેક્ટના સમાચારે ટાઈગરનો ઉત્સાહ વધારી દીધો છે. અજય દેવગન અને રણવીર સિંહે પાની ટીમમાં ટાઈગરને વેલકમ કર્યો છે અને ફિલ્મમાં ટાઈગરનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં ટાઈગર શ્રોફને એસીપી સત્યાનો રોલ અપાયો છે. ફર્સ્ટ લૂકમાં ટાઈગરના હાથમાં બંદૂક છે અને બેકગ્રાઉન્ડમાં અગનજ્વાળા જોવા મળે છે. કોપ યુનિવર્સમાં સિંઘમને સાથ આપવા માટે સૂર્યવંશી-અક્ષય કુમાર, સિમ્બા-રણવીર સિંહ નક્કી થયા હતા. બાદમાં લેડી સિંઘમ તરીકે દીપિકા પાદુકોણને રજૂ કરાઈ હતી. ટાઈગરનો આ લૂક શેર કરતાં ફિલ્મના મેકર્સે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ટાસ્ક ફોર્સના એસીપી સત્યા આવી રહ્યા છે. સચ્ચાઈની જેમ તે પણ અવિનાશી છે. સ્કવોડમાં ટાઈગરનું સ્વાગત છે. એસીપી સત્યાના આગમનથી સ્ક્વોડ મજબૂત થવાની આશા અજય દેવગને વ્યક્ત કરી હતી..
સિંઘમની પહેલી ફિલ્મમાં કાજલ અગ્રવાલ હતી, જ્યારે સીક્વલમાં તેને કરીના કપૂર ખાને રીપ્લેસ કરી હતી. સિંઘમની ત્રીજી ફિલ્મમાં કરીનાને યથાવત રખાઈ છે. કરીના આ ફિલ્મમાં અજય દેવગનની પત્નીના રોલમાં જોવા મળશે. ટાઈગરે પોતાની કરિયરમાં માત્ર એક્શન ફિલ્મો જ કરી છે અને દેશના એક્શન સ્ટાર તરીકે લોકો તેને પસંદ કરે છે. ટાઈગરની એક્શન ફિલ્મ ગણપત આજે રિલીઝ થઈ છે. ક્રિતિ સેનન અને અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મની સીધી ટક્કર સાઉથના મહારથી વિજયની ફિલ્મ લિયો સાથે છે. પઠાણ અને જવાનની સફળતાના પગલે ટાઈગરનો આત્મવિશ્વાસ પણ ચરમસીમાએ છે. ટાઈગરે ગણપત અંગે જણાવ્યું હતું કે, કરિયરમાં માત્ર એક્શન ફિલ્મો જ કરી છે. દરેક ફિલ્મમાં હું મારી જાતને સાબિત કરવા માગું છું. વધારે સારી રીતે મનોરંજન આપવાની મારી ઈચ્છા હોય છે, તેથી વધારે આકરી મહેનત કરતો રહું છું. ઓડિયન્સે મને એક્શન હીરો તરીકે સ્વીકાર્યો છે અને મારી પાસેથી તેવી જ અપેક્ષા રાખે છે. તેથી મારી દરેક ફિલ્મમાં એક્શન વધારે નિખરતી રહે તેવા પ્રયાસ કરુ છું..
ટાઈગર શ્રોફે બાગી અને હીરોપંતિ જેવી એક્શન ફ્રેન્ચાઈઝી કરી છે. રિતિક સાથેની વોર પણ હિટ રહી હતી. રેમ્બોની રીમેક પાઈપલાઈનમાં છે. ટાઈગર અને ક્રિતિએ 2014ના વર્ષમાં હીરોપંતિ ફિલ્મથી કરિયર શરૂ કરી હતી. 9 વર્ષ બાદ તેઓ સાથે ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બચ્ચન સાથે સ્ક્રિન શેર કરવાની તક નહીં મળ્યાનો ટાઈગરને અફસોસ છે. જો કે બચ્ચન સાથે ફિલ્મ કરવાની તકને ટાઈગરે સન્માનજનક ગણાવી છે. ‘ગણપત’ને 20મીએ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ કરવામાં આવશે. વિજય થલપતિની ફિલ્મ લિયો સાઉથના માર્કેટમાં રિલીઝ સાથે જ બ્લોકબસ્ટર સાબિત થઈ છે, પરંતુ હિન્દી ઓડિયન્સમાં લિયોની ખાસ પકડ જોવા મળી નથી. આ સ્થિતિમાં ઉત્તરના રાજ્યોમાં ટાઈગરને સારી શરૂઆત મળવાની શક્યતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.