(GNS),21
આતંકવાદીઓનો ભોગ બનેલી કેરળની યુવતીઓની વ્યથાને ફિલ્મમાં રજૂ કર્યા બાદ અદા શર્માએ વધુ એક વિવાદાસ્પદ વિષય પર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહ અને તેમની ટીમ સાથે અદાએ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં નક્સલવાદ સાથે સંકળાયેલી સત્ય ઘટનાઓને રજૂ કરવામાં આવશે. સેટ પર મુહૂર્ત પૂજા સાથે શૂટિંગની શરૂઆત થઈ હતી. પહેલા દિવસના શૂટિંગમાં વિપુલ શાહ, સન શાઈન પિક્ચર્સના આશિષ શાહ, સુદિપ્તો અને અદા શર્મા જોવા મળ્યા હતા. પૂજા બાદ અદાએ પહેલો સીન શૂટ કર્યો હતો. અદાએ ફિલ્મ માટે તેનો પહેલો ડાયલોગ રજૂ કર્યો હતો. મિલિટરી પેન્ટ અને બ્લેક કમાન્ડો ટી શર્ટ સાથે અદાએ આ ફિલ્મમાં પોતાના રોલની એક ઝલક આપી હતી..
ધ કેરળ સ્ટોરીમાં પીડિત યુવતીનો રોલ કરનારી અદા આ ફિલ્મમાં એક્શન અંદાજમાં જોવા મળશે. બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીમાં જંગલ અને વંચિતોના હિત સાચવવાની આડમાં તેમનું શોષણ કરતાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના ઠેકેદારોની પોલ ખોલવામાં આવશે. ધ કેરાલા સ્ટોરીની ટીમે જૂન મહિનામાં આ ફિલ્મ અંગે વાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ધરબાઈ ગયેલી સચ્ચાઈ સમગ્ર દેશમાં તોફાન લાવશે… બસ્તરઃ આ ફિલ્મને વિપુલ શાહ અને આશિષ શાહ પ્રોડ્યુસ કરવાના છે, જ્યારે તેના ડાયરેક્ટર સુદિપ્તો સેન છે. એપ્રિલ 2024માં ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.