Home મનોરંજન - Entertainment દર વખતે દમદાર એક્શન કરવાનું ખૂબ અઘરું : ટાઈગર શ્રોફ

દર વખતે દમદાર એક્શન કરવાનું ખૂબ અઘરું : ટાઈગર શ્રોફ

40
0

(GNS),19

ટાઈગર શ્રોફની એક્શન થ્રિલર ફિલ્મ ગણપત 20મી ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન ટાઈગરે જણાવ્યું હતું કે, દરેક ફિલ્મમાં તે એક્શનને વધારે દમદાર બનાવવા પ્રયાસ કર્યો છે. જો કે દરેક વખતે એક્શન હીરો તરીકે પોતાની જાતને નવેસરથી રજૂ કરવાનું પડકારજનક છે. ક્રિતિ સેનન સાથેની ગણપતની સીધી ટક્કર સાઉથના મહારથી વિજયની ફિલ્મ લિયો સાથે થવાની છે. પઠાણ અને જવાનની સફળતાના પગલે ટાઈગરનો આત્મવિશ્વાસ પણ ચરમસીમાએ છે. ટાઈગરે ગણપત અંગે જણાવ્યું હતું કે, કરિયરમાં માત્ર એક્શન ફિલ્મો જ કરી છે. હું હજુ પણ ઈન્ડસ્ટ્રીમાં નવોદિત જ છું. દરેક વખતે કેરેક્ટરમાં ઢળવાનું અઘરું હોય છે. ફિલ્મની સામે ઘણું બધું દાવ પર લાગેલું હોય છે. બજેટ વધતું જાય છે અને ફિલ્મનું ફલક વિસ્તરતું જાય છે. ફિલ્મો વધારે મોટી થતી જાય છે. તેથી દર વખતે જાતને ફરી સ્થાપિત કરવી પડે છે અને વધારે સારું થઈ શક્યું હોત તેવી લાગણી થાય છે.

ટાઈગર શ્રોફને એક્શન અને ડાન્સ માટે પણ વખાણવામાં આવે છે. બ્રુસ લી અને માઈકલ જેક્સનને પોતાનો આદર્શ માનતા ટાઈગરે સ્વીકાર્યું હતું કે, તેની ઓળખ ચાહકોના કારણે છે. દરેક ફિલ્મમાં હું મારી જાતને સાબિત કરવા માગું છું. વધારે સારી રીતે મનોરંજન આપવાની મારી ઈચ્છા હોય છે, તેથી વધારે આકરી મહેનત કરતો રહું છું. ઓડિયન્સે મને એક્શન હીરો તરીકે સ્વીકાર્યો છે અને મારી પાસેથી તેવી જ અપેક્ષા રાખે છે. તેથી મારી દરેક ફિલ્મમાં એક્શન વધારે નિખરતી રહે તેવા પ્રયાસ કરુ છું. ટાઈગર શ્રોફે બાગી અને હીરોપંતિ જેવી એક્શન ફ્રેન્ચાઈઝી કરી છે. રિતિક સાથેની વોર પણ હિટ રહી હતી. રેમ્બોની રીમેક પાઈપલાઈનમાં છે.

ગણપત અંગે વાત કરતાં ટાઈગરે કહ્યું હતું કે, તેમાં એક કાલ્પનિક દુનિયા છે અને તેના અત્યાચારીઓનો ખાત્મો બોલાવવા ગણપતે મિશન શરૂ કર્યું છે. દુનિયામાં શાંતિ સ્થાપવા તે બુરાઈનો નાશ કરે છે. એક્શનની સાથે તેમાં લવ સ્ટોરી પણ છે. ગણપતમાં અમિતાભ બચ્ચન મહત્ત્વના રોલમાં છે. ટાઈગર અને ક્રિતિએ 2014ના વર્ષમાં હીરોપંતિ ફિલ્મથી કરિયર શરૂ કરી હતી. 9 વર્ષ બાદ તેઓ સાથે ફિલ્મ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બચ્ચન સાથે સ્ક્રિન શેર કરવાની તક નહીં મળ્યાનો ટાઈગરને અફસોસ છે. જો કે બચ્ચન સાથે ફિલ્મ કરવાની તકને ટાઈગરે સન્માનજનક ગણાવી છે. ‘ગણપત’ને 20મીએ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field