Home દુનિયા - WORLD ગાઝામાં હોસ્પિટલ પર હુમલાથી સમગ્ર વિશ્વમાં હલચલ

ગાઝામાં હોસ્પિટલ પર હુમલાથી સમગ્ર વિશ્વમાં હલચલ

33
0

(GNS),19

ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈકમાં 500થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલામાં મોટી સંખ્યામાં બાળકો ના મોત થયા છે. આ હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના ઈઝરાયેલ પ્રવાસ પહેલા થયો છે. પેલેસ્ટાઈને હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. પેલેસ્ટાઈન ઓથોરિટીએ ઈઝરાયેલ સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તા હનન્યા નફ્તાલીનું ટ્વીટ શેયર કર્યા છે, જેમાં તેમને સ્પષ્ટ રીતે કહ્યું કે ઈઝરાયેલે હોસ્પિટલ પર એટેક કર્યો છે, જ્યાં હમાસના ઘણા આતંકવાદીના મોત થયા છે. તે સિવાય ઈઝરાયેલ દ્વારા શેયર કરેલા વીડિયો પણ કથિત રીતે ડિલીટ કરવામાં આવ્યા છે. જેમાં ઈઝરાયેલની થિયરી મુજબ પાછળથી આવી રહેલુ એક રોકેટ હોસ્પિટલ પર જોઈ શકાય છે, તેની વચ્ચે અમેરિકાએ સૂત્રોના આધારે ઈઝરાયેલને હોસ્પિટલ હુમલાની જવાબદારીમાંથી મુક્ત કરી દીધું છે…

અમેરિકાએ વિશ્વ સામે જે પુરાવા મુક્યા જે વિષે જણાવીએ, જેમાં ઈઝરાયેલને ક્લિનચીટ મળી… અમેરિકાએ ઈઝરાયેલને ક્લિનચીટ આપી દીધી છે અને બેન્જામિન નેતન્યાહુ શાસનને ગાઝા પર હોસ્પિટલ પર હુમલાની જવાબદારીમાંથી મુક્ત કરી દીધુ છે. બાઈડેન તંત્રએ કહ્યું કે ગાઝા હોસ્પિટલ પર હુમલા માટે ઈઝરાયેલ જવાબદાર નથી. અમેરિકાએ તેમાં રિપોર્ટિગ, ગુપ્ત જાણકારી, મિસાઈલોની ગતિવિધિ, ઓવરહેડ ઈમેજરી, ઘટનાના ઓપન સોર્સ વીડિયો, ઘટનાની તસ્વીરો..

હમાસ-ઈસ્લામિક જિહાદની વાતચીત વિષે જણાવીએ,.. અમેરિકાના દાવા મુજબ ગાઝા પટ્ટીમાં હમાસના આતંકી પણ માને છે કે હોસ્પિટલ પર એક નિષ્ફળ રોકેટ ફાયરે તબાહી મચાવી છે. ઈઝરાયેલી સંરક્ષણ મંત્રાલયે કથિત રીતે એક હમાસ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદના આતંકીઓની વચ્ચે વાતચીતની ઓડિયો રેકોર્ડિગ જાહેર કર્યુ હતું. અમેરિકા ઈઝરાયેલ દ્વારા એકઠા કરેલા આ કથિત પુરાવાને સાચા માને છે..

હુમલા માટે આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા હતા… હોસ્પિટલ પર હુમલા માટે પેલેસ્ટાઈન ઓથોરિટી અને હમાસે એક જ અવાજમાં ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના તંત્રએ પેલેસ્ટાઈન-હમાસના દાવાને નકારી કાઢવામાં આવ્યો છે. તેની સાથે જ તેમને હોસ્પિટલ પર હુમલાની એક થિયરી આપી, જેમાં ગાઝાથી ઓપરેટ થનારા ઈસ્લામિક જેહાદને જવાબદાર ગણાવ્યું. ઈઝરાયેલે આ વાતનો સ્વીકાર કર્યો કે હોસ્પિટલમાં તબાહી દરમિયાન તે આસપાસમાં એર એટેક કરી રહ્યા હતા..

જો બાઈડનનું સંબોધન.. પોતાના ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન ઈઝરાયેલની સાથે એકતા બતાવી અને હમાસ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો. તેમને ઈઝરાયેલને પોતાના સમર્થનની પ્રતિબદ્ધતા બતાવી. સાથે જ હોસ્પિટલ પર હુમલા માટે સ્પષ્ટ રીતે કહ્યું કે ઈઝરાયેલ તેના માટે જવાબદાર નથી. તે હમાસના હુમલામાં એક જ જગ્યાએ 260 લોકોના મોતને હોલોકોસ્ટ બાદ સૌથી ભયાનક ‘નરસંહાર’ ગણાવ્યો. તેની સાથે જ તેમને ઈઝરાયેલ માટે 100 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી..

અમેરિકાના વિરોધમાં પણ દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન પર જણાવીએ, 12 કલાકની શાંતિ બાદ ઈઝરાયેલ પર પેલેસ્ટાઈન રોકેટ હુમલો ફરીથી શરૂ થયો અને ગાઝા પર ઈઝરાયેલી હુમલા થઈ રહ્યા છે. બાઈડેનના પ્રવાસ દરમિયાન પણ ઈઝરાયેલ તરફથી હુમલા રોકવામાં આવ્યા નથી. અમેરિકાના વિરોધમાં પણ દુનિયાભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અરબ સહયોગીઓની વાતચીત યથાવત છે અને તે સતત ઈઝરાયેલને ગાઝા પર પોતાના હુમલા રોકવાની ચેતવણી આપી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલંડન પોલીસે ગ્રેટા થનબર્ગની અટકાયત કર્યાનો વિડીયો વાઈરલ
Next articleભારતીય રેલ્વે તહેવારને લઈને ૨૬ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે