Home દેશ - NATIONAL બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં આગ, એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારીને જીવ બચાવ્યો

બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં આગ, એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારીને જીવ બચાવ્યો

28
0

(GNS),19

કર્ણાટકની રાજધાની બેંગલુરુના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગ (Fire) ને કારણે ત્યાં રાખવામાં આવેલ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનાની જાણ થતાં બેંગલુરુ સિટી ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પર્યાસ કર્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનો ઇમારત પરથી કૂદતો વિડીયો (Video) વાયરલ થયો હતો. બેંગલુરુ આ વિસ્તામમાં વિસ્ફોટ દરમિયાન એક વ્યક્તિ છતના ફ્લોર પર ફસાઈ ગયો હતો. આખી છત અને તેની નીચેનો એક માળ આગની લપેટમાં આવી ગયો હતો. તે વ્યક્તિએ આગની જ્વાળાઓમાંથી બચવા માટે આજુબાજુ જોયું પરંતુ તેને બચવાનો કોઈ રસ્તો મળ્યો નહીં.

એક વ્યક્તિનો ઇમારત પરથી કૂદતો વિડીયો વાયરલ થયો

વીડિયોમાં આગળ જોવામાં આવે છે કે તે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી કૂદી પડ્યો હતો. આ વ્યક્તિ અને અન્ય વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કેફેની છત પર રસોડામાં ઘણા સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. કેટલાય સિલિન્ડરોમાં વિસ્ફોટ થવાને કારણે આટલો મોટો વિસ્ફોટ થયો હતો. પોલીસનું કહેવું છે કે આગ લાગી ત્યારે કેફેમાં કોઈ ગ્રાહક હાજર નહોતો. બેંગલુરુ સિટી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, આગની માહિતી મળ્યા બાદ અમે ત્યાં પહોંચ્યા અને તમામ સંસાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, અમે ઘટનાસ્થળે આઠ ફાયર એન્જિન મોકલ્યા છે અને અમારા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર છે. ત્યાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી છે પરંતુ બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૨૦-૧૦-૨૦૨૩)
Next article‘ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર રાજનીતિ વિશે ના વિચારે પણ આતંકવાદની નિંદા કરે શરદ પવાર’: દેવેન્દ્ર ફડણવીસ