(GNS),18
આઈસીસી વર્લ્ડ કપમાં નેધરલેન્ડ જેવી સામાન્ય ટીમ સામે દક્ષિણ આફ્રિકાનો 38 રને પરાજય થતાં વધુ એક અપસેટ સર્જાયો છે. મંગળવારે ધરમશાલામાં રમાયેલી વર્લ્ડ કપ ક્રિકેટ મેચમાં નેધરલેન્ડ્સે કેપ્ટન સ્કોટ એડવર્ડ્સની 78 રનની અણનમ ઈનિંગ્સના સહારે 43 ઓવરમાં આઠ વિકેટે 245 રનનો સન્માનજનક સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ચોકર્સ તરીકે જાણીતી દક્ષિણ આફ્રિકાની ટીમ 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચના પ્રારંભે વરસાદને પગલ ટોસમાં વિલંબ થયો હતો અને બાદમાં મેચ ટૂંકાવીને 43-43 ઓવરની કરાઈ હતી. નેધરલેન્ડનો વર્તમાન વર્લ્ડ કપમાં સૌપ્રથમ વિજય રહ્યો છે. અગાઉ નેધરલેન્ડ્સે 2022માં ટી20 વર્લ્ડ કપમાં પણ પ્રોટીઝને માત આપી હતી.. નેધરલેન્ડ્સના 246 રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની ખરાબ શરૂઆત રહી હતી. બે મેચમાં સદી ફટકારનાર ઓપનર ક્વિન્ટન ડી કોક (20) અને કેપ્ટન ટેમ્બા બાવુમા (16) ઝડપથી આઉટ થઈ જતા પાછળના બેટ્સમેનો પર દબાણ આવ્યું હતું.
રાસી વાન ડેર ડુસૈન (4) અને એઈડન માર્કરમ (1) પણ નિષ્ફળ ગયા હતા. ક્લાસેન (28)ના રૂપે ટીમની પાંચમી વિકેટ 100 રનની અંદર ગુમાવતા દક્ષિણ આફ્રિકા માથે પરાજયનો ખતરો ઘેરાયો હતો. ડેવિડ મિલરે મધ્ય ક્રમમાં 43 રનની ઈનિંગ્સ રમીને સ્થિરતા લાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે ટીમના જીતાડી શક્યો નહો. પૂંછડીયા બેટ્સમેન કેશવ મરાહાજે (40) રનનું યોગદાન આપ્યું હતું અને લુંગી એન્ગિડી (7)છેલ્લી વિકેટ માટે 41 રનની પાર્ટનરશિપ કરી હતી. વાન બીકે ત્રણ વિકેટ ઝડપીને નેધરલેન્ડને 38 રને વિજયી બનાવ્યું હતું. મીકેરેન, મેર્વે અને લીડેએ બે-બે વિકેટ લીધી હતી તથા એકરમેને એક વિકેટ મેળવી હતી. ટોસ જીતને દક્ષિણ આફ્રિકાએ ફિલ્ડિંગ લીધી હતી. હિમાચલના ધરમશાલામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદને લીધે મેચમાં ઓવર ઘટાડીને 43 કરાઈ હતી..
દક્ષિણ આફ્રિકાના પેસ બોલર્સે સારી શરૂઆત અપવાતા 20 ઓવરમાં નેધરલેન્ડ્સની અડધો અડધ ટીમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 82 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ નેધરલેન્ડ્સ હાઈ સ્કોર કરશે તેવી શક્યત ધૂંધળી હતી પરંતુ મેન ઓફ ધ મેચ બનેલા કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 69 બોલમાં ધમાકેદાર 78 રન ફટકાર્યા હતા જેમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે રોએલોન વાન ડેર મેર્વે (29) સાથે આઠમી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરતા 245નો સન્માનજનક સ્કોર ઉભો કર્યો હતો. 10માં ક્રમે બેટિંગમાં ઉતરેલા આર્યન દત્તે નવ બોલમાં ત્રણ છગ્ગાની મદદથી અણનમ 23 રનની ઈનિંગ્સ રમી હતી. દક્ષિણ આફ્રિકાના બોલર રબાડા, યેન્સેન અને એન્ગિડીએ બે-બે જ્યારે કોએત્ઝે અને મહારાજે એક-એક સફળતા અપાવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.