(GNS),18
રિતિક રોશને માત્ર પાંચ અઠવાડિયાની મહેનતમાં પોતાના શરીરને ફરી ફિટ બનાવી દીધું છે. આ પાંચ અઠવાડિયામાં રિતિકે રાત્રે 9 વાગ્યે સૂઈ જવાનો અને વર્કઆઉટ સિવાય કોઈ કામ નહીં કરવાનો નિયમ બનાવ્યો હતો. ગર્લફ્રેન્ડ સબા આઝાદે સતત સાથે રહી રિતિકને આ ચમત્કારિક પરિણામ મેળવવામાં મદદ કરી હતી. રિતિકે બીફોર અને આફટર ફોટોગ્રાફ્સ શેર કરીને સબાનો આભાર માન્યો હતો. રિતિકે મિરર સેલ્ફી સાથે ઓગસ્ટના છેલ્લા દિવસોમાં પોતાનો ફોટોગ્રાફ શેર કર્યો હતો અને બીજી ફ્રેમમાં સાતમી ઓક્ટોબરનો ફોટોગ્રાફ હતો. બોડી ટ્રાન્સફોર્મેશનના એક ફોટોગ્રાફમાં રિતિકના શરીર પર ચરબી જોવા મળે છે, જ્યારે બીજામાં તેના સીક્સ પેક એબ્સ જોવા મળે છે.
કેપ્શનમાં રિતિકે જણાવ્યું હતું કે, પાંચ અઠવાડિયામાં શરૂઆતથી સમાપન સુધી. પોસ્ટ વેકેશનથી માંડી પોસ્ટ શૂટ. મિશન પૂરું થયું. ઘૂંટણ, પીઠ, કોણી, ખભા, કરોડરજ્જુ અને મગજનો આભાર. હવે આરામ કરવાનો અને વધારે સારું બેલેન્સ કરવાનો સમય છે. રિતિકે આ ચેલેન્જમાં સફળતા બદલ ગર્લફ્રેન્ડ સબા આઝાદને ક્રિડેટ આપી હતી. રિતિકે જણાવ્યું હતું કે, સૌથી મોટો પડકાર સામાજિક પ્રસંગો-મિત્રોથી દૂર રહેવાનો હતો. દરેક મહત્ત્વના કામ પડતા મૂક્યા હતા અને વર્કઆઉટના કલાકો વધાર્યા હતા. રાત્રે નવ કલાકે સૂઈ જતો હતો. જો કે આચાર-વિચારમાં સામ્યતા ધરાવનારા પાર્ટનરના સંગાથે સહુથી મોટી સરળતા કરાવી હતી. સબાની મદદ વગર આ શક્ય ન હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.