Home દેશ - NATIONAL RBIએ ICICI અને કોટક મહિન્દ્રા બેંકને દંડ ફટકાર્યો

RBIએ ICICI અને કોટક મહિન્દ્રા બેંકને દંડ ફટકાર્યો

30
0

(GNS),18

દેશની બે સૌથી મોટી ખાનગી બેંક ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંકને કરોડો રૂપિયાનો દંડ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફટકારવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ સંબંધિત કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ બન્ને બેંકોને દંડ ફટકાર્યો છે. ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંકે કુલ 15 કરોડ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે. સમગ્ર મામલો જણાવીએ…

ભારતીય રિઝર્વ બેંકે ICICI બેંકને રૂપિયા 12.19 કરોડ રૂપિયા અને કોટક મહિન્દ્રા બેંકને રૂપિયા 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઘડવામાં આવેલા વિવિધ નીતિ નિયમોના ઉલ્લંઘનને કારણે બન્ને બેંકોને ફટકારવામાં આવ્યો છે. જ્યાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન ન કરવા બદલ ICICI બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા બેંક પર આ દંડ રિઝર્વ બેંકની અનેક માર્ગદર્શિકાના ઉલ્લંઘન માટે લગાવવામાં આવ્યો છે. દેશમાં ઝડપથી વિકાસ પામેલી ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે, આરબીઆઈની પુનઃપ્રાપ્તિ ચેતવણી, બેંકની અંદર ગ્રાહક સેવા, જોખમ સંચાલન અને નાણાકીય સેવાઓના આઉટસોર્સિંગમાં આચારસંહિતા અને લોન વિતરણ સંબંધિત માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કર્યું નહોતું. આથી ભારતીય રિઝર્વ બેંકે, કોટક મહિન્દ્રા બેંકને દંડ ફટકાર્યો છે. બેંક આ તમામ માર્ગદર્શિકાની વાર્ષિક સમીક્ષા કરવામાં નિષ્ફળ રહી છે…

બેંકે ગ્રાહકોની આરામની સૌથી મોટી સમસ્યા પર ધ્યાન આપ્યું છે. એટલે કે, કોટક મહિન્દ્રા બેંક એ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે કે લોન રિકવરી એજન્ટો ગ્રાહકોને સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યાની સમયમર્યાદાની બહાર બોલાવે નહીં. ભારતીય રિઝર્વ બેંકે, ICICI બેંક પર છેતરપિંડીના વર્ગીકરણ અને રિપોર્ટિંગમાં બેદરકારી બદલ દંડ ફટકાર્યો છે. આરબીઆઈનું કહેવું છે કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ તેની પાસે આવી કાર્યવાહી કરવાની સત્તા છે, જેનો ઉપયોગ કરીને તેણે આ કાર્યવાહી કરી છે. ICICI બેંકે એવી કંપનીઓને લોન આપી છે, જેમના ડાયરેક્ટર્સમાં બે એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ બેંકના બોર્ડમાં પણ છે. આ કંપનીઓ નોન-ફાઇનાન્સિયલ પ્રોડક્ટ સેક્ટરમાં કામ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરમતોના વિસ્તારમાં એક સાઇટ પર કામગીરી અટકાવતા કામદારોએ હડતાળ શરુ કરી
Next articleરોલ્સ રોયસ કંપની 2500 કર્મચારીઓને છુટા કરશે