Home દુનિયા - WORLD થેઆબ બિન મોહમ્મદ બિન ઝાયેદ અબુ ધાબીમાં ગાઝા અભિયાન કેન્દ્ર માટે તરાહુમની...

થેઆબ બિન મોહમ્મદ બિન ઝાયેદ અબુ ધાબીમાં ગાઝા અભિયાન કેન્દ્ર માટે તરાહુમની મુલાકાતે

31
0

(GNS),16

શેખ થેઆબની સાથે આંતરરાષ્ટ્રીય સહકાર રાજ્ય મંત્રી રીમ બિન્ત ઈબ્રાહિમ અલ હાશિમી, મહામહિમ શમ્મા બિન્ત સુહેલ ફારિસ અલ મઝરોઈ, સામુદાયિક વિકાસ મંત્રી, નૌરા બિન્ત મોહમ્મદ અલ કાબી, રાજ્ય મંત્રી અને ઘણા અધિકારીઓ સાથે હતા. મીના ઝાયેદમાં અબુ ધાબી પોર્ટ્સ હોલમાં પ્રથમ સંગ્રહ કેન્દ્ર કે જે રવિવાર 15 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવ્યું હતું. યુએઈમાં પછીની તારીખોમાં અન્ય કેન્દ્રો પણ ખોલવામાં આવશે તેવું જાણવામાં આવી રહ્યું છે. શેખ થેઆબ બિન મોહમ્મદની મુલાકાત દરમિયાન મહામહિમે કેન્દ્ર સ્વયંસેવકોને મળ્યા હતા. ગાઝામાં યુદ્ધથી પ્રભાવિત પેલેસ્ટિનિયન લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે માનવતાવાદી રાહત પેકેજો દાનમાં આપ્યા તે સમુદાયના સભ્યોના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તરાહુમ – ગાઝામાં સંઘર્ષથી પ્રભાવિત પેલેસ્ટિનિયન લોકો માટે માનવતાવાદી કટોકટી હળવી કરવાના UAEના પ્રયાસોનો એક ભાગ રહ્યો છે. આ સહાય કટોકટીના સમયમાં જરૂરિયાતમંદોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવાની યુએઈની નીતિને અનુરૂપ છે. યુએઈના આ નેતૃત્વમાં લોકોનું માનવતાવાદી મૂલ્યોને ઉજાગર કરે છે..

UAE એવા દેશોમાં મોખરે છે કે, જેમણે ભાઈબંધ પેલેસ્ટિનિયન લોકોની જરૂરિયાતોને સમજી છે. તેમના આ દુ:ખને સમજે છે એટલે તેમને વિદેશી સહાયને પ્રાયોરિટી આપી છે. ખાસ કરીને બાળકો અને મહિલાઓની પીડાને દૂર કરવા માટે સહાય અને રાહત આપ્યું છે. તેમને સહાય આપવામાં બધાને ધ્યાનમાં રાખ્યા છે. અમીરાત રેડ ક્રેસન્ટ દ્વારા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના સહયોગથી અને વિદેશ મંત્રાલય અને સામુદાયિક વિકાસ મંત્રાલયના સંકલનમાં આ અભિયાન પર નજર રાખવામાં આવી રહી છે. આ અભિયાને UAEના લોકો તરફથી મોટી સંખ્યામાં સ્વયંસેવકોને આકર્ષ્યા છે. જેમણે રાહત પેકેજ તૈયાર કરવામાં ભાગ લીધો હતો. 4,500થી વધુ સ્વયંસેવકો, 20થી વધુ રાહત અને માનવતાવાદી સંસ્થાઓની સહાયથી, બાળકો, માતાઓ અને મહિલાઓ માટે ફૂડ બાસ્કેટ અને પેકેજો સહિત 13,000 રાહત પેકેજો તૈયાર કરવામાં ભાગ લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકાના ટેક્સાસના ડલાસમાં ગોળીબાર, 3 ઘાયલ, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
Next articleકૌભાંડી સુકેશને જેકલીનની ચિંતા, નવરાત્રિમાં જેકલીન માટે ઉપવાસ રાખશે