Home દેશ - NATIONAL MP-છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે લિસ્ટ જાહેર કર્યું

MP-છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે લિસ્ટ જાહેર કર્યું

26
0

(GNS),15

આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે આજે MP, છત્તીસગઢ અને તેલંગાણા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે MPમાં 144 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જાણો છત્તીસગઢ અને તેલંગાણામાં કેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે MPમાં 144, છત્તીસગઢમાં 30 અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 55 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે પહેલેથી જ માહિતી આપી હતી કે પાર્ટી નવરાત્રીના પહેલા દિવસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે..

મધ્યપ્રદેશમાં લિસ્ટ શેર કરતી વખતે MP કોંગ્રેસ X પર લખ્યું કે, દરેકને જોરદાર જીતની પહેલાથી શુભકામનાઓ. બઢાઈએ હાથ, ફિર કમલનાથ. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે. કોંગ્રેસે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ એ રેવન્ત રેડ્ડીને કોડંગલ વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. કયા રાજ્યમાં ક્યારે યોજાશે ચૂંટણી?.. જે જણાવીએ, તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા સીટો પર 17 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે. તે જ સમયે, છત્તીસગઢની 90 બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. જ્યારે તેલંગાણાની તમામ 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે. તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો એક જ દિવસે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમરાઠા અનામત મુદ્દે જરાંગે પાટીલે 10 દિવસનું અલટીમેટમ આપ્યું
Next articleઆગામી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ