Home ગુજરાત નવરાત્રી એટલે માતાજી ની પુજા-અર્ચના અને ઉપવાસ નું મહા પર્વ….

નવરાત્રી એટલે માતાજી ની પુજા-અર્ચના અને ઉપવાસ નું મહા પર્વ….

42
0

નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. નવરાત્રી ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસોમા દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રીના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે.
નવરાત્રીમાં જેટલુ મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધના નું છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનુ પાલન નિયમ અનુસાર કરવામાં આવે. નવરાત્રીમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રીમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.
ધ્રુમિત ઠક્કર (એજન્સી)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતા.૧૫ ઓક્ટોબર,રવિવારનાં રોજ મહાનગર પાલિકા દ્વારા સફાઈ શ્રમદાન કાર્યક્રમનું આયોજન
Next articleનવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે…