(GNS),14
આગામી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટ માટે બુધવારે ભારતની મહિલા હોકી ટીમની જાહેરાત કરાઈ હતી જેમાંથી ઇજાગ્રસ્ત સુશીલ ચાનુને સાવચેતીના પગલારૂપે આરામ આપવામાં આવ્યો છે. તેને હાલમાં લિગામેન્ટની ઇજા થઈ હતી. છેલ્લે રિયો ઓલિમ્પિક્સમાં સુશીલા ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન હતી અને ત્યાર બાદ હેંગઝાઉ ખાતે તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમમાં પણ સુશીલા ચાનુ રમી હતી. હોકી ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સુશીલા ડોક્ટરનો સંપર્ક કરશે અને તેની ઇજાની ગંભીરતાની સમીક્ષા કરવામાં આવશે. તેને હાલમાં આરામ આપવામાં આવ્યો છે કેમ કે તેને લિગામેન્ટની ઇજા છે. તબીબોએ હજી સુધી તેનું પરિક્ષણ કર્યું નથી.
સુશીલા ભારતની મહત્વની સદસ્ય છે અને આ પ્રકારની મહત્વની ટુર્નામેન્ટ અગાઉ તે સંપૂર્ણપણે ફિટ રહે તે જરૂરી છે. ભારતને ટૂંક સમયમાં પેરિસ ખાતે પણ રમવાનું છે. બુધવારે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં સુશીલાને સ્થાને બલજિત કૌરને સામેલ કરવામાં આવી છે.. તાજેતરમાં ચેનાઈ ખાતે મેન્સ એશિયન ચેમ્પિયન્સ હોકી ટુર્નામેન્ટ યોજાઈ હતી અને હવે વિમેન્સ એશિયન ચેમ્પિયન્સ હોકી ટુર્નામેન્ટ 27મી ઓક્ટોબરથી પાંચમી નવેમ્બર દરમિયાન રાંચી ખાતે યોજાશે. ભારતીય ટીમમાં શર્મીલા દેવીને સ્થાને વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકેને સામેલ કરવામાં આવી છે જે ટીમની સાથે બેક અપ તરીકે પ્રવાસ કરશે.
ગોલકીપર સવિતાની આગેવાની હેઠળની ટીમમાં સુશાલી ચાનુને બાદ કરતાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. ડિફેન્ડર દીપ ગ્રેસ એક્કાને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જ્યારે બિછુ દેવી ખારિબામ ટીમની બીજી ગોલ કીપર રહેશે. ડિફેન્સમાં નિક્કી પ્રધાન, ઉદિતા, ઇશિકા ચૌધરી અને દીપ ગ્રેસ એક્કા મહત્વની ભૂમિકામાં રહેશે. નિશા, સલિમા ટેટે, નેહા, નવનિત કૌર, સોનિકા, જ્યોતિ, મોનિકા અને બલજિત કૌર મિડફિલ્ડ લાઇન અપ સંભાળશે તો લાલરેમસિયામી, સંગીતા કુમારી, દીપિકા અને વંદના કટિરાયા સ્ટ્રાઇકર તરીકે આક્રમણ કરશે. ગોલકીપરઃ સવિતા (સુકાની), બિછુ દેવી ખારિબામ. ડિફેન્ડર્સઃ નિક્કી પ્રધાન, ઉદિતા, ઇશિકા ચૌધરી, દીપ ગ્રેસ એક્કા, મિડફિલ્ડર્સઃ નિશા, સલીમા ટેટે, નેહા, નવનિત કૌર, સોનિકા, મોનિકા,જ્યોતિ, બલજિતકૌર. ફોરવર્ડ્સઃ લારેમસિયામી, સંગીતા કુમારી, દીપિકા, વંદના કટારિયા, રિપ્લેસમેન્ટઃ શર્મીલા દેવી અને વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.