Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘ડંકી’ ડિસેમ્બરે વર્લ્ડવાઈડ રીલિઝ થશે

ફિલ્મ ‘ડંકી’ ડિસેમ્બરે વર્લ્ડવાઈડ રીલિઝ થશે

52
0

(GNS),14

ચાલુ વર્ષે પઠાણ અને જવાન જેવી રેકોર્ડ બ્રેક કમાણી કરનારી ફિલ્મો દ્વારા બોક્સ ઓફિસ પર પોતાની બાદશાહી સ્થાપિત કરનાર શાહરૂખ ખાનને તેની આગામી ફિલ્મ ‘ડંકી’ અંગે ઘણો ઉત્સાહિત છે. બોલિવૂડના સફળ ડાયરેક્ટરો પૈકીના એક રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની શાહરૂખના ચાહકો પણ કાગડોળે વાટ જોઈ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ ક્રિસમસ ટાણે થીયેટરોમાં રીલિઝ કરાય તેવી શક્યતા છે. વચ્ચે એવી પણ અટકળો ચાલી હતી કે, કોઈ કારણોસર આ ફિલ્મની રીલિઝ પાછી ઠેલાઈ છે. જોકે વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે કિંગ ખાનની આ ફિલ્મ 21 ડિસેમ્બરના રોજ દેશ-વિદેશમાં રીલિઝ કરાશે. અને આ રીલિઝ લેટ-નાઈટ પ્રીમિયર નહીં પરંતુ ફૂલ ડે રીલિઝ હશે.

ફિલ્મના નિર્માતાઓ શુક્રવારથી રવિવાર એમ ત્રણ દિવસના વીકેન્ડમાં મહત્તમ દર્શકો થીયેટરમાં આ ફિલ્મ જોવા આવે તેમ ઈચ્છતા હોઈ લેટ-નાઈટ પ્રીમિયરમાં ફિલ્મ રીલિઝ કરવાને બદલે થીયેટરમાં તમામ શોમાં ફિલ્મ દર્શાવાશે. દેશ-વિદેશમાં શાહરૂખ ખાનના વિશાળ ચાહકવર્ગ અને ક્રિસમસ ટાણે વૈશ્વિક સ્તરે રજાઓને ધ્યાનમાં લેતાં ફિલ્મ નિર્માતાઓને રીલિઝના પ્રથમ ચાર દિવસમાં જ આ ફિલ્મને બમ્પર ઓપનિંગ મળે તેવી આશા છે. બોલિવૂડમાં રાજકુમાર હિરાનીનો સફળતાનો રેશિયો સો ટકા છે ત્યારે ડંકી પર સૌની નજર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field