Home દુનિયા - WORLD અફઘાનિસ્તાનમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 15ના મોત, અનેક ઘાયલ

અફઘાનિસ્તાનમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 15ના મોત, અનેક ઘાયલ

21
0

(GNS),14

અફધાનિસ્તાનમાં જમાન મસ્જિદમાં જ્યારે નમાજીઓ નમાજ પઢી રહ્યાં હતા ત્યારે બોંબ બ્લાસ્ટ થયો હતો. બોંબ બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. બ્લાસ્ટને કારણે ઈજા પામેલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ એક આત્મઘાતી હુમલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી. બોંબ બ્લાસ્ટ અંગે અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર સત્તા સ્થાને આવ્યા બાદ, હાલની સ્થિતિ સૌથી ખરાબ છે. એક તરફ ભૂકંપના કારણે કુદરતે તબાહી સર્જી છે તો બીજી તરફ આંતકવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને ભયનો માહોલ સર્જયો છે. અફઘાનિસ્તાનમાં જમાન મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોમાં 15 નમાજીઓના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે..

બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ એક આત્મઘાતી હુમલો હતો. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ઉત્તર અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતની રાજધાની પુલે ખોમરીમાં આવેલી આ ઈમામ ઝમાન મસ્જિદ શિયા સમુદાયની હોવાનું કહેવાય છે. આ બ્લાસ્ટ શિયા મુસ્લિમોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો તેમ કહેવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, મસ્જિદની આસપાસના વિસ્તારોમાં બોંબ બ્લાસ્ટને કારણે ઘણું નુકસાન થયું હોવાના અહેવાલ છે. સત્તાવાળાઓએ રેસ્ક્યુ ઓપરેશન યથાવત રાખ્યું છે. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ આની પાછળ ઈસ્લામિક સ્ટેટ (ISIS) સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠને અગાઉ પણ અફઘાનિસ્તાનના લઘુમતી શિયા મુસ્લિમોને મોટા પાયે હુમલામાં નિશાન બનાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleDubaiના રસ્તા ઉપર Driverless ટેક્સીઓ દોડતી થઇ
Next articleગાઝામાં ઈઝરાયેલની સેના પ્રવેશ કરતા ઈરાને ઈઝરાયેલને સીધી ચેતવણી આપી