(GNS),12
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પબ્લિક સેક્ટરની બેન્ક ઓફ બરોડાને તેની મોબાઈલ એપ્લિકેશન ‘બોબ વર્લ્ડ’ (BoB World) પર નવા કસ્ટમરને જોઈન કરવાથી પ્રતિબંધ લગાવી દીધો છે. RBIએ આ પ્રતિબંધ તાત્કાલિક રીતે લગાવ્યો છે. RBIનું કહેવું છે કે બેન્ક ઓફ બરોડાની સામે આ કાર્યવાહી ગ્રાહકોને એપ્લિકેશન પર જોઈન કરવામાં સામે આવેલી કેટલીક ચિંતાઓ બાદ કરવામાં આવી છે. RBI તરફથી કહેવામાં આવ્યું કે રિઝર્વ બેન્ક ઓફ ઈ્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ પોતાના અધિકારનો ઉપયોગ કરતા બેન્ક ઓફ બરોડાને બોબ વર્લ્ડ મોબાઈલ એપ્લિકેશન પર નવા ગ્રાહકોને જોડવાની પ્રક્રિયાને તાત્કાલિક અસરથી બંધ કરવા નિર્દેશ આપ્યો છે..
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે BOB વર્લ્ડ એપ પર બેંકના ગ્રાહકોને જોઈન કરવાની કોઈપણ પ્રક્રિયામાં જોવા મળેલી ખામીઓને દૂર કર્યા પછી અને સંબંધિત પ્રક્રિયાઓને મજબૂત બનાવ્યા પછી અને આરબીઆઈને સંતોષકારક કામગીરી લાગ્યા બાદ જ શરૂ કરવામાં આવશે. RBIએ કહ્યું કે એપ્લિકેશન પર ગ્રાહકોને જોઈન કરવાની કામગીરી સ્થગિત કરવાને લઈને બેન્કને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે હાલમાં બોબ વર્લ્ડ ગ્રાહકોને કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે. RBIએ લીધેલા પગલા બાદ બેન્કનો શેયર પણ માર્કેટમાં નબળુ પ્રદર્શન કરી રહ્યો છે..
જો 11 ઓક્ટોબરની વાત કરીએ તો શેરબજારમાં તેજી હોવા છતાં બેન્ક ઓફ બરોડાના શેરમાં ઘટાડો જોવા મળ્યો BSE પર બેન્કનો શેર મંગળવારે 214.20 રૂપિયા પર બંધ થયો હતો અને બુધવારે સવારે 209.60 રૂપિયા પર ખુલ્યો અને લગભગ 10.15 મિનિટે 2.82 ટકાના ઘટાડા સાથે 208.15 રૂપિયા હતો. જે બપોરે માર્કેટ બંધ થયુ તે સમયે 207.40 રૂપિયા પર અટક્યો હતો. જો કે હવે જોવાની વાત એ રહે છે કે આજે બેન્ક ઓફ બરોડાના શેરના ભાવમાં ઘટાડો થાય છે કે પછી વધારો જોવા મળે છે. જો 12 ઓક્ટોબરની વાત કરીએ તો 208.95 પર ટ્રેડની સ્થિતિ જોવા મળી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.